This audio Explains About Aam aadmi bima Scheme આમ આદમી વીમા યોજના શું છે? થોડા વર્ષો પહેલા ભારત સરકારે બે વીમા યોજનાઓ 'આમ આદમી વીમા યોજના' અને 'જનશ્રી વીમા યોજના'ને ભેગી કરી દીધી હતી. હવે આ યોજનાને 'આમ આદમી વીમા યોજના' (એએબીવાય - AABY) તરીકે ઓળખવામાં આવે છે. યોજનાનો હેતુ આ યોજનાનો હેતુ ગરીબી રેખા નીચે જીવતા લોકોને વીમા કવચ પુરું પાડવાનો છે. આ યોજનાનો લાભ ગરીબી રેખાથી ઉપર જીવતા પણ અત્યંત નબળી આર્થિક સ્થિતિ ધરાવતી વ્યક્તિઓ (આઇડેન્ટિફાઇડ વોકેશનલ ગ્રુપ્સ/ગામડાના જમીન વિહોણા લોકો)ને પણ મળે છે. આ યોજનાના માપદંડોમાં આવતા લોકોને વાર્ષિક માત્ર રૂપિયા 200ના પ્રિમિયમ પર રૂપિયા 30,000નો વીમો મળે છે. આ માટેની એક માત્ર શરત એ છે કે જેના નામે વીમો હોય તે વ્યક્તિ પરિવારની એક માત્ર કમાઉ વ્યક્તિ હોવી જોઇએ. મહત્વની બાબત એ છે કે ગામડાના ઘરવિહોણા લોકો માટે વીમાનું 50 ટકા પ્રિમિયમ સરકાર ચૂકવે છે. આ યોજના માટે ઉંમરના દસ્તાવેજ માટે નીચેના પ્રુફ હોય તો ચાલે છે. રેશન કાર્ડ, જન્મનોંધણી પત્ર, સ્કૂલ સર્ટિફિકિટ, મતદાર યાદી, સરકારી વિભાગ દ્વારા આપવામાં આવેલું ઓળખ કાર્ડ, આધાર કાર્ડ. સ્ત્રોત: ગ્રામ વિકાસ અજેન્સી