હેતુ

નાના પાયાપર ધંધો/વ્યવસાય શરૂ કરવા માટે સ્વસહાય જુથો મારફતે લોન/સહાય આપવામાં આવે છે.

લોન મેળવવા માટેની પાત્રતા

અરજદાર ઠાકોર યા કોળી જાતિના હોવા જોઇએ.

અરજદારના કુટુંબની વાર્ષિક આવક, (અ) ગ્રામ્ય વિસ્તાર માટે રૂ. ૯૮,૦૦૦/- અને, (બ) શહેરી વિસ્તાર માટે રૂ.૧,૨૦,૦૦૦/- થી વધારે ન હોવી જોઇએ.

અરજદારની ઉમર અરજીની તારીખે ઓછામાં ઓછી ર૧ વર્ષ અને, ૪પ વર્ષથી વધુ ન હોવી જોઇએ.

અરજદારને તાંત્રિક અને કુશળતા ધરાવતાં ધંધા/વ્યવસાયના કિસ્સામાં અનુભવ હોવો જરૂરી છે.

અરજદારે લોન મેળવવા માટે યોગ્ય જામીન આપવાના રહેશે

યોજનાની મુખ્ય લાક્ષણિકતાઓ

આ યોજનામાં લોનની મર્યાદા વધુમાં વધુ રૂ.૫૦,૦૦૦/- સુધીની છે.

વ્યાજનો દર વાર્ષિક પ % રહેશે.

આ યોજના હેઠળ ધંધા/ વ્યવસાયની રકમની ૯પ % લોન આપવામાં આવશે. જયારે લાભાર્થીએ પ % પોતાનો લાભાર્થી ફાળો આપવાનો રહેશે.

આ લોનની રકમ વ્યાજસહિત ૬૦ સરખા માસિક હપ્તામાં ભરપાઇ કરવાની રહેશે