હેતુ આર્થિક રીતે નબળા વાલીઓ ના વિકલાંગ બાળકોને શિક્ષણ આપવાના હેતુ સબબ -શૈક્ષણિક સાધનો ખરીદ કરવા તથા શિક્ષણ માટે પ્રોત્સાહિત કરવા સારું અને શિક્ષણ ખર્ચમાં કેટલેક અંશે હળવાસ ઉભીકરવા આ યોજના અમલમાં મુકવામાં આવેલ છે. વિકલાંગ શિષ્યવૃતિ મેળવવાની પાત્રતા અભ્યાસ કરતાં વિકલાંગ / વિઘાર્થીની વિકલાંગ ટકાવારી ૪૦ % થી ઓછી હોવી ન જોઈએ. છેલ્લી વાર્ષિક પરિક્ષા ઓછામાં ઓછા ૪૦ % ગુણથી ઉતિર્ણ હોવા જોઈએ જે તે અભ્યાસમાં હાજરીની સંતોષકારક નિયમિતતા જરૂરી છે. ધોરણ-૧ થી ધોરણ-૭ માં અભ્યાસ કરતા વાલીની કૌટુંબિક વાર્ષિક આવક રૂ.૫૦,૦૦૦/- થી વધુ ન હોય ધોરણ-૮ કે તેથી ઉપર અભ્યાસ કરતાં વિકલાંગ વિઘાર્થીઓના વાલીની કૌટુંબિક વાર્ષિક આવક રૂ.૫૦,૦૦૦/- થી વધુ ન હોય. વિકલાંગ ઓળખકાર્ડ ધરાવતા હોવા જોઈએ. વિકલાંગ શિષ્યવૃતિ શું મળે? ધોરણ-૧ થી ધોરણ-૭ સુધીમાં ભણતા વિકલાંગ વિઘાર્થીને વાર્ષિક રૂ.૧,૦૦૦/-. ધોરણ-૮ કે તેથી વધુ અભ્યાસ કરતાં વિકલાંગ વિઘાર્થીને રૂ.૧,૫૦૦/- કે તેથી વધુમાં વધુ રૂ.૫,૦૦૦/- સુધી વિકલાંગ શિષ્યવૃતિ જે તે પ્રાથમિક શાળાને તાલુકા વિકાસ અધિકારી દ્વારા શિષ્યવૃતિ મોકલવામાં આવે છે. ધો.૮ થી ઉપરના અભ્યાસ કરતા વિદ્યાર્થીની શાળા, કોલેજના આચાર્યશ્રી ને શિષ્યવૃત્તિ મોકલવામાં આવે છે. વિકલાંગ શિષ્યવૃતિના અરજીપત્રકો મેળવવા અંગે. દર વર્ષે શૈક્ષણિક કાર્ય શરૂ થતાં ૧૫ મી જૂન થી ૩૧ મી ઓગષ્ટ સુધી મળવા પાત્ર છે. અને સંપુર્ણ રીતે ભરીને પરત ઓગષ્ટના અંત સુધીમાં કરવાના હોય છે. અરજીપત્રકો શાળા, સ્કુલ કે કોલેજ દ્વારા લખાણ આપવાથી - રીન્યુએલ ફોર્મ કે ફ્રેશ ફોર્મ આપવામાં આવે છે. અરજીપત્રકો જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીની કચેરીમાંથી વિના મૂલ્યે મળે છે. સમય મર્યાદામાં નિયત ફોર્મ ભરાવીને જીલ્લા સમાજ સુરક્ષા અધિકારીની કચેરીને રજુ કરવાની જવાબદારી સંબંધિત શાળા-કોલેજના આચાર્યશ્રી ની રહે છે. વિકલાંગ શિષ્યવૃતિ અરજીપત્રકો સાથે સામેલ કરવાના પુરાવા વિકલાંગ વિઘાર્થીનું વિકલાંગ ઓળખકાર્ડ તથા જે તે વિભાગના નિષ્ણાંત તબીબનું ટકાવારી પ્રમાણપત્ર. વાલીના વાર્ષિક આવકનો સક્ષમ અધિકારીનો દાખલો. ગત વર્ષની વાર્ષિક પરિણામની પ્રમાણિત નકલ. અરજીપત્રકો જે તે શૈક્ષણિક સંસ્થા દ્વારા સંપૂર્ણ માહિતી સાથે મોકલવાના હોય છે. વિઘાર્થીની એસ.સી., એસ.ટી., બક્ષીપંચ કે સામાન્ય અલગ અલગ પત્રક સાથે અરજીપત્રકો મોકલાવા. વિકલાંગ શિષ્યવૃતિ કયારે મળવા પાત્ર થતી નથી? વિકલાંગ વિઘાર્થી શાળા, સ્કૂલ કોલેજ કે શૈક્ષણિક સંસ્થામાં અનિયમિત હોય ત્યારે. અભ્યાસ છોડી દેવાથી. વિઘાર્થીનું આકસ્મિક મૃત્યુ થવાથી. પછાત વર્ગ કે આદિજાતિની શિષ્યવૃતિ મેળવતા હોય તો. ૪૦% કરતા ઓછી અપંગતા હોવાથી ૪૦% કરતા ઓછા માર્ક હોવાથી રૂ. ૫૦,૦૦૦/- કરતા વધુ આવક હોવાથી શિષ્યવૃતિ મંજુર કરવાની સત્તા જિલ્લા સમાજસુરક્ષા અધિકારીને સોંપવામાં આવી છે. સ્ત્રોત: નિયામક, સમાજ સુરક્ષા