વિકલાંગ વ્યકિત માટે વિકલાંગ ઓળખકાર્ડ આપવાની યોજના વિકલાંગ (દ્રષ્ટિહીન, અલ્પદ્રષ્ટી, શ્રવણમંદ, અસ્થિ વિષયક ખામી, માનસિક ક્ષતિ, માનસિક માદંગી) વ્યકિત માટે વિકલાંગ ઓળખકાર્ડ આપવાની યોજના વિશેની માહિતી આવરી લેવામાં આવેલ છે. વિકલાંગ ઓળખકાર્ડ મેળવવાની પાત્રતા વિકલાંગ વ્યકિત ૪૦ % થી વધુ વિકલાંગતા ધરાવતા હોવા જોઈએ. શ્રવણમંદ વ્યકિત. દ્રષ્ટિહીન વ્યકિત. ૭૦ કે તેથી ઓછી બુધ્ધિઆંક ધરાવતી મંદબુધ્ધિવાળી વ્યકિત. ગુજરાત રાજયમાં કાયમી વસવાટ. આ યોજનાનો લાભ વિકલાંગ વ્યક્તિઓ ને ઓળખકાર્ડ આપવાનો છે. વિકલાંગ ઓળખકાર્ડ ઉપરથી મળવા પાત્ર લાભો સરકારની યોજનાઓમાં લાભ મેળવવા. વિકલાંગ ઓળખકાર્ડ મેળવવા અરજીપત્રક સાથે સામેલ કરવાના પુરાવા જે તે વિભાગના નિષ્ણાંતને તબીબનું ટકાવારી દર્શાવાતું પ્રમાણપત્ર. અરજીપત્રક સાથે તાજા પડાવેલ સ્ટેમ્પ સાઈઝના ર (બે) ફોટા. રેશનકાર્ડની ઝેરોક્ષ નકલ. ગુજરાત રાજયના કાયમી વસવાટના પુરાવા. બ્લડગ્રુપ નો દાખલો અરજીપત્રક જિલ્લા સમાજસુરક્ષાની કચેરીએથી વિના મૂલ્યે મળી શકશે. આવક નું પ્રમાણપ્રત્ર. અરજીપત્રક જિલ્લા સમાજસુરક્ષા અધિકારીની કચેરીને રજુ કરવાનું રહેશે. જે કચેરી યોગ્ય પુરાવા ચકાસી ઓળખકાર્ડ આપવાની કાર્યવાહી કરશે. સ્ત્રોત: નિયામક, સમાજ સુરક્ષા