સમુદાય આધારિત પુનઃવસન યોજના

રાજય સરકારે વિકલાંગ વ્યકિતઓના શિક્ષણ, તાલીમ અને સામુહિક પુનઃસ્થાપન માટે તા.૪-૧-૨૦૦૧ના રોજ મહર્ષિ અષ્ટાવક્ર સમુદાય આધારિત વિકલાંગ પુનઃસ્થાપના યોજના અમલમાં મુકી છે. આ યોજના હેઠળ અપંગોને શિક્ષણ, આરોગ્ય, તાલીમ અને પુનઃસ્થાપન લગતી વિવિધ જાણકારી તથા લાભો તાલુકા / ગ્રામ્ય કક્ષાએ ઉપલબ્ધ થાય તે હેતુથી શરૂ કરવામાં આવી છે. આ યોજના હેઠળ ૧૨૦ તાલુકામાં કામગીરી પૂર્ણ થયેલ છે. ૧૯ તાલુકામાં કામગીરી ચાલુ છે.

આ યોજના હેઠળ એક સુપરવાઈઝર તથા બાર ફિલ્ડવર્કરની નિમણુંક કરવામાં આવે છે. જેઓ પોતાને ફાળવેલ ક્લસ્ટરમાં વિકલાંગોના પુનઃ સ્થાપન માટે સર્વે કરી જરૂરી લાભો અપાવે છે.

સ્ત્રોત: નિયામક, સમાજ સુરક્ષા