યોજનાનો હેતુ : રાજય સરકારના સમાજ સુરક્ષા ખાતા હેઠળની વ્યકિત લક્ષી યોજના અન્વયે વિકલાંગ વ્યકિતઓ માટે ઉચ્ચ શિક્ષણ સહાય યોજનાનો લાભ આપી ઈચ્છુક વિકલાંગ વ્યકિતને રોજગારી મેળવવા કે સ્વનિર્ભર બનવા માટેના સઘન પ્રયત્નો કરવામાં આવે છે. લાભ કોને મળી શકે? વિઘાર્થીઓ કે તાલીમાર્થી જે વિકલાંગ હોય અને તે વ્યકિતની ઉંમર ૧૮ વર્ષની ઉપર અને ૩૫ વર્ષથી નીચેની હોવી જોઈએ. એસ.એસ.સી., એચ.એસ.સી., ગ્રેજયુએટ વિકલાંગ વ્યકિતઓને આ યોજનાનો લાભ મળવાપાત્ર થશે. લાભાર્થીની પોતાની કે તેના કુટુંબની વાર્ષિક આવક શહેરી વિસ્તાર માટે રૂ.૬૮,૦૦૦/- અને ગ્રામ્ય વિસ્તાર માટે રૂ.૪૭,૦૦૦/- કરતા વધુ ન હોવી જોઈએ. ઓછામાં ઓછા ૧૦ વર્ષથી ગુજરાત રાજયમાં કાયમી વસવાટ કરતા હોય. લાભ શુ મળે ? આ યોજના હેઠળ ઉચ્ચ શિક્ષણ, વ્યવસાયિક ટેકનીકલ પ્રકારના તમામ અભ્યાસક્રમો જેવા કે કોમ્પ્યુટર તાલીમ, એડવાન્સ એકાઉન્ટન્સી હોટેલ મેનેજમેન્ટ, બ્યુટીપાર્લર વગેરે અભ્યાસક્રમ માટે કોર્સ ફીના ૫૦ ટકા અથવા રૂ.૨૫૦૦ બે માંથી જે ઓછુ હોય તેટલી રકમની સહાય આપવામાં આવે છે. અરજીપત્રક જિલ્લા સમાજસુરક્ષા અધિકારીની કચેરીએથી વિના મૂલ્યે મળે છે. અરજી પત્રક સાથે સામેલ કરવાના પુરાવા. ઉંમરનો પુરાવો (સ્કુલ લીવીંગ સર્ટિફીકેટ, જન્મનો દાખલો) વિકલાંગ ઓળખકાર્ડની ઝેરોક્ષ નકલ, પ્રમાણિત કરેલ. સિવિલ સર્જનનો અપંગતાનો દાખલો. સક્ષમ અધિકારીનો આવકનો દાખલો અસલમાં. જ્ઞાતિનું પ્રમાણપત્રની પ્રમાણિત ઝેરોક્ષ કોપી. અભ્યાસની છેલ્લી માર્કશીટ પ્રમાણિત. રોજગાર વિનિમય કચેરીનું કાર્ડ પ્રમાણિત ઝેરોક્ષ કોપી. જે સંસ્થા માં તાલીમ મેળવતા હોય તે સંસ્થાના વડાનું ફ્રી તથા પ્રવેશ અંગેનો પત્ર. સ્ત્રોત: નિયામક, સમાજ સુરક્ષા