રાજયના ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગ, ગુજરાત સરકારની માલિકીની ચારેય વીજ કંપનીઓને, પોતાના બિલ કલેક્શન સેન્ટર', મહિલાઓના સખી મંડળો અને દિવ્યાંગ નાગરિકોને આપવા નીતિ વિષયક નિર્ણય કર્યો છે. મહિલા અને દિવ્યાંગ કેટેગરીને અન્ય કલેક્શન સેન્ટર કરતાં બે રૂપિયા વધારે એટલે કે રૂ. ૭નું કમિશન એક બિલ દીઠ કંપનીઓ ચૂકવશે. જેનો અમલ ૧લી જૂનથી કરવામાં આવશે. ગુજરાતના ૧.૨૧ કરોડ વીજગ્રાહકોના બિલની ચૂકવણી માટે અત્યારે માત્ર ૧૫૦ જેટલાં જ કલેક્શન સેન્ટર છે. સ્પર્ધાત્મક પરીક્ષા ફી તથા ફોર્મ ફીમાંથી મુક્તિઃ રાજ્ય સરકાર તરફથી : શારીરિક વિકલાંગતા ધારવતા ઉમેદવારોને રાજય સરકારની સીધી ભરતી માટેની સ્પર્ધાત્મક પરીક્ષા અથવા સેવા કે જગા પર પસંદગી માટે નિયત કરવામાં આવેલ પરીક્ષા ફી તથા અરજી પત્રક માટેની ફીમાં પ૦% રાહત આપવાનું નક્કી કરેલ છે. કેન્દ્ર સરકાર તરફથી : કેન્દ્ર સરકારે શારીરિક વિકલાંગ ઉમેદવારોને “એ” અને “બી” વિભાગના હોદાઓ માટેની સ્પર્ધાત્મક પરીક્ષામાં બેસવા માટે લેવાતી અરજી ફી અને પરીક્ષા ફી ભરવામાંથી મુક્તિ આપી છે. ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા વર્ગ-૧ અને વર્ગ-રની સ્પર્ધાત્મક પરીક્ષામાં અને શૈક્ષણિક પરીક્ષાઓમાં અંધ પરીક્ષાર્થીઓને વધારાની ૩૦ મિનિટ આપવામાં આવે છે. અંધ વ્યક્તિ તથા જાતે લખી ન શકે તેવા ઉમેદવારોને પરીક્ષા માટે લહિયાની સગવડ પણ આપવામાં આવે છે. ૧૦૦થી વધુ કારીગર ધરાવતા કારખાનાં/ મિલોમાં વિકલાંગો માટે અનામતની જોગવાઈ: ગુજરાત વિકલાંગ વ્યક્તિ (કારખાનામાં રોજગારી) કાયદો, ૧૯૮૨ હેઠળ ૧૦૦થી વધુ સંખ્યામાં કામદારો ધરાવતાં કારખાનામાં | મિલોમાં વિકલાંગો માટે ૧ ટકાની અનામતની જોગવાઈ છે. રોજગાર અને તાલીમ વિભાગનો તારીખ ૭-૦૫૨૦૦૪નો નોટિફિકેશન નંબર કેએચઆર-૨૦૦૪-૪૭-એફએસી-૨૦૦૩-૭૬૮-એમ (ત્રણ) સ્ત્રોત : નિયામક, સમાજ સુરક્ષા