કુટિર ઉદ્યોગના કારીગરોને રાષ્ટ્રીયકૃત બેંકો, સહકારી બેંકો, પબ્લીક સેકટર બેંકો મારફતે નાણાકીય લોન સહાય આપવાની યોજના હેતુ : આ યોજના હેઠળ ગુજરાતના શહેરી અને ગ્રામ્ય વિસ્તારોના રોજગાર વ્યક્તિઓને સ્વરોજગારી પુરી પાડવાનો આશય રહેલો છે. અપંગ કે અંધ વ્યક્તિ પણ આ યોજનાનો લાભ લઈ શકશે. યોજનાની પાત્રતા : ૧૮ થી ૬૫ વર્ષ શૈક્ષણિક લાયકાત ઓછામાં ઓછું ધોરણ-૪(ચાર) પાસ અથવા તાલીમ અનુભવ : વ્યવસાયને અનુરૂપ ખાનગી સંસ્થામાંથી ઓછામાં ઓછા ૩ માસની તાલીમ અથવા સરકાર માન્ય સંસ્થામાંથી એક માસની તાલીમ લીધેલી હોવી જરૂરી છે અથવા એક વર્ષના ધંધાને લગતો અનુભવ હોવોજોઈએ અથવા વારસાગત કારીગર હોવા જોઈએ. બેંક મારફત લોનધિરાણની મહત્તમ મર્યાદા: ઉદ્યોગ ક્ષેત્ર માટે મહત્તમ ૮ લાખ. સેવાક્ષેત્ર માટે મહત્તમ ૬ લાખ. વેપાર ક્ષેત્ર માટે ૩ લાખ. ધિરાણની રકમ ઉપર સહાયના દર : આ યોજના હેઠળ ઉદ્યોગ, સેવા અને વેપારક્ષેત્ર માટે સહાયના દર નીચે મુજબ રહેશે. વિસ્તાર જનરલ એકેડેમી અનુસૂચિત જાતિ /અનુસૂચિત જનજાતિ/ માજી સૈનિક /મહિલા /૪૦% કે તેથી વધુ અંધ કે અપંગ ગ્રામ્ય ૨૫% ૪૦% શહેરી ૨૦% ૩૦% સહાયની મહત્તમ મર્યાદા : ક્રમ ક્ષેત્ર સહાયની રકમની મર્યાદા (રકમ રૂપિયામાં) ૧ ઉદ્યોગ ૧,૨૫,૦૦૦/- ૨ સેવા ૧,૦૦,૦૦૦/- ૩ નએફઆર ૮૦,000/- નોંધ : અપંગ કે અંધ લાભાર્થીના કિસ્સામાં કોઈપણ ક્ષેત્ર માટે મહત્તમ સહાય ૧,૨૫,૦૦૦/- રહેશે. અરજદાર નવા એકમ તેમજ ચાલુ ધંધાના વિસ્તરણ માટે નીચેના પૈકી કોઈપણ અથવા બધા માટેઆ યોજના હેઠળલોન મેળવી શકે છે. સુચિત ધંધા માટે કેબિન-ફર્નિચર બનાવવા. સાધન ઓજાર અને મશીનરી ખરીદવા ઈલેક્ટ્રીફિકેશન કરવા વર્કિંગ કેપીટલ માટે નોંધ : ફક્ત કાચા માલ, તૈયાર માલની ખરીદી કે વર્કિંગ કેપીટલ માટે ધિરાણ મળી શકશે નહિં. જ્યારે વિસ્તરણ માટેહયાત રોકાણ ધ્યાનમાં લઈને રોકાણ મળી શકશે. ઉદ્યોગ અને સેવા ક્ષેત્રે પ્લાન્ટ મશીનરી સાધન ઓજાર ફર્નિચરની કિંમત કુલ લોન ધિરાણના ૧૦%થી ઓછી નાથવી જોઈએ અને વેપાર ક્ષેત્રે મશીનરી/સાધન ઓજાર ફર્નિચરની કિંમત કુલ લોન ધિરાણના ૫% થી ઓછી નાથવી જોઈએ. લાભાર્થી ફાળો : જનરલ કેટેગરી માટે કુલ લોન ધિરાણના ઓછામાં ઓછા ૧૦૮ તેમજ અનુસૂચિત જાતિ અનુસૂચિત જનજાતિ / માજી સૈનિક મહિલા / ૪૦% કે તેથી વધુ અંધ કે અપંગ માટે કુલ લોન ધિરાણના ઓછામાં ઓછા ૫% મુજબ લાભાર્થીનો ફાળો રહેશે. આ લાભાર્થી ફાળા ઉપર સહાય મળવાપાત્ર થશે નહીં. અમલીકરણ એજન્સી : ગ્રામ્ય અને શહેરી વિસ્તારની તમામ અરજીઓ માટે જે તે જિલ્લાના જિલ્લા ઉદ્યોગ કેન્દ્રનો સંપર્ક સાધવાનો રહેશે. આ ઉપરાંત ગ્રામ્ય વિસ્તારમાં કુટિર ઉદ્યોગ શરૂ કરવા ૫૦,૦૦૦ની લોન મેળવવા માટે તાલુકા કક્ષાના વિકાસ અધિકારીને તથા ૧,૦૦,૦૦૦ સુધી પ્રોજેક્ટ અધિકારી વર્ગ-૧ ને પણ સત્તા આપવામાં આવેલ છે. સ્ત્રોત: કમિશ્નર કુટિર ગ્રામોદ્યોગની કચેરી,બ્લોક નં. ૭/૨, ઉદ્યોગ ભવન, ગાંધીનગર.ફોન નં. ૦૭૯-૨૩૨ ૫૯૫૯૪