શિક્ષણ વિભાગના તારીખ : ૧૦-૭-૨૦૦૧ના ઠરાવ નં. પરચ - ૧૫-૨૦૦૧-૧૧૭-રથી રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓમાં નીચે પ્રમાણેની વિકલાંગતા અનુસાર પ્રત્યેકની એક એક ટકા લેખે કુલ-૩ (ત્રણ) ટકા બેઠકો અનામત રાખવાની જોગવાઈ કરવામાં આવી છે. અંધત્વ અથવા અલ્પ દૃષ્ટિ મૂક બધિરની ખામી (બહેરા-મૂંગા) અસ્થિ વિષયક વિકલાંગ અથવા મગજનો લકવો (મંદ બુદ્ધિ) ભારત સરકારના ધારાને અનુરૂપ હવે શારીરિક ક્ષતિ ત્રણ પ્રકારમાં વહેંચી તેની વ્યાખ્યા કરવામાં આવી છે, જેમાં એક કેટેગરીનો વિકલાંગ ઉમેદવાર ન મળે અને અન્ય કેટેગરીની વિકલાંગ ઉમેદવાર મળે કે જે ઉમેદવારોની વિકલાંગતા તેમના સમગ્ર અભ્યાસ કાળ દરમ્યાન શૈક્ષણિક કામગીરી માટે અવરોધક બને તેમ ન હોય તેવા ઉમેદવારથી જગ્યા ભરી શકાય. આમ કુલ ૩ ટકાની મર્યાદામાં રહીને એક કેટેગરીની અનામતને બીજી કેટેગરીની અનામતમાં અરસ-પરસ અદલા બદલીથી ભરી શકાશે. આ રીતે અનામતની ઈન્ટર ચેન્જબિલિટીથી વિકલાંગ માટે પ્રવેશમાં ત્રણ ટકાનું પ્રતિનિધિત્વ કાયમ જળવાઈ રહે. આ અંગેનો સ્વયં સ્પષ્ટ ઠરાવ પાન ૧૫૬ ઉપર જોવા વિનંતી આશ્રમ શાળાઓમાં પણ ત્રણ ટકા જગ્યાઓ અનુ. જનજાતિના વિકલાંગો માટે અનામત રાખવા આદિજાતિ વિકાસ વિભાગે તા.૨૧-૮-૦૬ના ઠરાવ ક્રમાંક એસએસ/૨૦૦૬ ૯૯/ઘથી જોગવાઈ કરી છે.