દષ્ટિહીન વ્યક્તિઓને એર ઇન્ડિયામાં સિંગલ જર્નીમાં ૫૦ ટકા કન્સેશન મળે છે. ઇન્ડિયન એરલાઈન્સની ધરેલું ઉડ્ડયનોમાં સંપૂર્ણ પ્રજ્ઞાચક્ષુને એક તરફી અથવા મૂળ સ્થળેથી મુસાફરી કરી, તે જ સ્થળેથી પાછા મૂળ સ્થળે આવવા માટે મૂળ ભાડામાં ૫૦ ટકા રાહત મળે છે. પરંતુ બીજા કોઈ દરોમાં કે એર લાઈન્સે જાહેર કરેલ સામાન્ય પ્રવાસીઓ માટેની રાહતનો આમાં સમાવેશ થશે નહીં. રાહત મેળવવા માટે અસલ પ્રમાણપત્ર બતાવીને, તેની પ્રમાણિત નકલ રજૂ કરવી પડે છે. દૃષ્ટિહીન વ્યક્તિની દેખભાળ કરનાર કોઈ ન હોય તો, અગાઉથી હવાઈ મથકના અધિકારીને તે અંગેની જાણ કરવાથી એર હોસ્ટેસ કે અન્ય કર્મચારીની સહાય મળી શકશે. દૃષ્ટિહીન વ્યક્તિ પોતાનો પાલતું તાલીમી કૂતરો સાથે લઈ જવા માંગતા હોય અને બીજા પ્રવાસીઓ વાંધો ન લે તો, કૂતરાના મોઢે કપડું બાંધી, પટ્ટાથી બાંધી તથા ભેજ શોષક ચાદર ઉપર સુવાડીને કેબિનમાં લઈ જઈ શકશે. તેનો કોઈ દર ભરવાનો રહેતો નથી. પણ તેને અલગ બેઠક મળશે નહીં. કોઈપણ એરલાઈન અપંગ વ્યક્તિઓ કે હરીફરી શકવામાં અસમર્થ વ્યક્તિઓ અને તેમના સહાયક યંત્રો/ઉપકરણો, રક્ષક સાથીઓ અને માર્ગદર્શક કુતરાઓને લઈ જવામાં મનાઈ નહીં કરે. એવા અપંગ વ્યક્તિ જેમની પાસે પ્રમાણપત્રના હોય તેમને પણ એરલાઈન્સ દ્વારા આવશ્યક સહાયતાની સાથે સાથે વ્હીલચેર, એમ્બેલિફટ વગેરે જેવા ઉપકરણ પણ આપશે. સ્ત્રોત : નિયામક, સમાજ સુરક્ષા