તા.૧-૪-૨૦૦૮થી યોજનાના લાભાર્થીઓને વિના મૂલ્ય રાજય સરકારની જૂથ વીમાયોજના હેઠળ રૂા.૧,૦૦,૦૦૦/-નું વીમા કવચ ઉપલબ્ધ કરવામાં આવ્યું છે. આ અકસ્માત જૂથ વીમા યોજના હેઠળ લાભાર્થીનું અકસ્માતથી અવસાન થયેથી અથવા અકસ્માતથી કાયમી અપંગતા થવાથી આ યોજનાનો લાભ મળવાપાત્ર થશે. આ અકસ્માત જૂથ વીમા યોજના હેઠળ લાભ મેળવવા જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીશ્રીની કચેરીનો સંપર્ક કરવાનો રહેશે. નિરાધાર વિધવા બહેનોને તાલીમ દ્વારા પુનઃસ્થાપન કરવાની યોજના : રાજ્ય સરકારના મહિલા અને બાળ કલ્યાણ વિભાગ દ્વારા નિરાધાર વિધવાઓના પુનઃસ્થાપન માટે આર્થિક સહાયની યોજના હેઠળ ૧૮ થી ૪૦ વર્ષની ઉંમરના લાભાર્થીઓને સ્વરોજગારલક્ષી તાલીમ આપી, સ્વનિર્ભર બનાવી, પુનઃ સ્થાપન કરવાના પ્રયત્નો કરવામાં આવે છે. લાભ કોને મળી શકે ? ૧૮ થી ૪૦ વર્ષની ઉંમરની વિધવા લાભાર્થીઓને આ યોજનાનો લાભ મળી શકે. નિરાધાર વિધવા સહાય યોજના હેઠળ સહાય મેળવતા હોવા જોઈએ. ટૂંકાગાળાનો સ્વરોજગારલક્ષી તાલીમ ટ્રેડ સફળતા પૂર્વકનો પૂર્ણ કરવાનો રહેશે. સફળતાપૂર્વક તાલીમ પૂર્ણ કરતાં સાધન સહાયની કીટ રૂ. ૫૦૦૦/-ની મર્યાદામાં આપવામાં આવશે. તાલીમ મેળવવા ક્યાં સંપર્ક કરવો? વિધવા સહાય મેળવતા ૧૮ થી ૪૦ વર્ષની ઉંમરના લાભાર્થીઓએ તથા સહાય ન મેળવતી વિધવા બહેનો તેઓએ તાલીમ મેળવવા જે તે જિલ્લાના દહેજ પ્રતિબંધક અધિકારીની કચેરીનો સંપર્ક કરવો. સ્ત્રોત : નિયામક, સમાજ સુરક્ષા