ગુજરાત સરકારશ્રીના સામાજિક ન્યાય અને અને અધિકારિતા વિભાગના તા.૩૧-૩-૦૮ના ઠરાવ ક્રમાંક અપગ ૧૦-૧૦-૦૦૭-નબા ૨૧/છ-૧ દ્વારા વિકલાંગ વિધવા બહેનોને મકાન બાંધકામ સહાય પેટે રૂા.૪૦,૦૦૦/- આપવાની નવી યોજના ચાલુ કરેલ હતી, તેમાં સુધારો કરી હવે નીચેના કોઠા મુજબ આપવાનું નક્કી કરેલ છે. ક્રમ યોજનાનું નામ અમલીકરણવિભાગ લાભાર્થી ગૃપ યુનિટ કોસ્ટ ૧ ૨ ૩ ૪ ૫ ૧૧ વિકલાંગ વિધવા આવાસ યોજના સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ વિકલાંગ વિધવા હોવા જોઈએ. રાજ્ય સરકારની સહાય રૂા. ૪૫,OOO + શ્રમફાળોરૂા. ૭,૦૦૦/- કુલ રૂપિયારૂા. ૫૨,000/- + ટોઇલેટ બ્લોક રૂા.૨, ૨૦૦/- + ટોઇલેટ બ્લોક શ્રમફાળો રૂા. ૩00/- કુલ યુનિટ કોસ્ટ રૂા. ૫૪,૫૦૦/- ૧૮ થી ૬૦ વર્ષ સુધીની વિકલાંગ વિધવા મહિલા કે જે ૪૦ ટકા કે તેથી વધુની વિકલાંગતા ધરાવતી હોય તેનેફક્ત એક જ વખત આ યોજના હેઠળ લાભ મળવાપાત્ર રહેશે. ગ્રામ પંચાયતના ચોપડે મકાન તરીકે નોંધાયેલ હોય તો પણ તદ્દન કાચું, ગાર-માટીનું ઘાસ પૂળાનું કૂબા ટાઇપનું મકાન જે રહેઠાણ માટે યોગ્ય ન હોય તે ધરાવનાર વિકલાંગ વિધવા મહિલાને પણ આ યોજનાનો લાભ મળવાપાત્ર છે. અરજદાર વિકલાંગ વિધવા મહિલાના નામે કે તેમના સ્વર્ગસ્થ પતિના નામે ગ્રામ પંચાયત રેવન્યુ સિટી સર્વેનાઅથવા અન્ય સક્ષમ કચેરીના દફતરે જમીનનો પ્લોટ નોંધાયેલ હોવો જોઈએ અને અરજદાર મહિલા તેનો કબજો ભોગવટો ધરાવતી હોવી જોઈએ. રેવન્યુ/સિટી સર્વે વગેરેમાં જમીનનો પ્લોટ નોંધાયેલ ન હોય તો પણ જો રજિસ્ટર દસ્તાવેજથી નોંધાયેલ હોય તો મિલકત તબદીલ થઈ હોય તેવા જમીનના પ્લોટના કબજેદાર વિકલાંગ વિધવા મહિલાને આ સહાય મળવાપાત્ર થશે. અરજદાર જે સ્થળે મકાન બનાવવાના હોય તે શહેરી/ગ્રામ વિસ્તારમાં સળંગ પ વર્ષથી વસવાટ કરતા હોવા જોઈએ. સરકારની આવાસો માટેની કોઈ પણ ખાતાની યોજના હેઠળ લાભ મેળવેલ હોવો જોઈએ નહીં. વિકલાંગ વિધવા એટલે પતિના અવસાન અંગેનો દાખલો જેમાં પતિના મૃત્યુની તારીખ દર્શાવેલ હોય તેવો સક્ષમ અધિકારીનો દાખલો રજૂ કરવાનો રહેશે. વિકલાંગતા અંગે જિલ્લા સિવિલ સર્જનશ્રી દ્વારા કાઢી આપવામાં આવેલ અધિકૃત વિકલાંગતાનું પ્રમાણપત્ર અનેતેના આધારે જિલ્લા સમાજ સુરક્ષા કચરીએ કાઢી આપેલ વિકલાંગ ઓળખપત્ર માન્ય રહેશે. આ યોજનામાં કુટુંબની વ્યાખ્યામાં પોતે, પોતાના બાળકો અથવા સાવકા બાળકો તેમજ માતા, પિતા કે સાસુ,સસરા જેઓ તેમની સાથે રહેતા હોય તેનો સમાવેશ થાય છે. ઉપર મુજબની શરતો જે વિકલાંગ વિધવા મહિલા પરિપૂર્ણ કરતી હોય તેઓએ જે તે જિલ્લાની જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીશ્રીની કચેરી ખાતેથી નિયત કરેલ ફોર્મ વિના મૂલ્ય મેળવી લેવા તેમજ સદર ફોર્મમાં વિગતો ભરી માંગ્યા મુજબના જરૂરી પૂરાવાઓ સાથે તે જ કચેરી ખાતે જમા કરાવવાનું રહેશે. સ્ત્રોત : નિયામક, સમાજ સુરક્ષા