વિકલાંગ સાધન સહાય કોને મળે (તેની પાત્રતા) ૪૦ ટકા કે તેથી વધુ વિકલાંગતા ધરાવતી વ્યક્તિ. દષ્ટિહીન વ્યક્તિ તેમજ શ્રવણમંદ વ્યક્તિ. ગુજરાત રાજ્યના વતની હોવા જોઈએ. વિકલાંગતાનું ઓળખકાર્ડ ધરાવતા હોવા જોઈએ. આર્થિક સાધન સહાયમાં શું મળી શકે? વિકલાંગ વ્યક્તિને કૃત્રિમ અવયવ, ઘોડી, (બુટ) કે કેલીપર્સ, ત્રણ પૈડાંવાળી સાયકલ, બે પૈડાંવાળી સાયકલ વિકલાંગ વ્યક્તિને સ્વરોજગારી માટે સાધન અપાય છે. જેમ કે, ચાર પૈડાંની લારી, સિલાઈ મશીન વગેરે. શ્રવણમંદ વ્યક્તિ માટે હિયરિંગ એઈડ તેમજ અન્ય સાધન સહાય. દષ્ટિહીન વ્યક્તિ માટે સંગીતના સાધનો બ્રેઈલ કીટ, ફોલ્ડીંગ સ્ટીકમંદ બુદ્ધિની વ્યક્તિ માટે એમ.આર. ચાઈલ્ડ કીટ અરજીપત્રક જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીની કચેરીમાંથી વિનામૂલ્ય મળે છે. અરજદારે અરજીપત્રકમાં વિગતો ભરી જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીશ્રીની કચેરીએ રજૂકરવાનું રહેશે. અરજીપત્રક સાથે સામેલ કરવાના પુરાવા : વિકલાંગ ઓળખકાર્ડની પ્રમાણિત ઝેરોક્ષ નકલ. સ્વરોજગારી માટે અનુભવ કે તાલીમનો દાખલો. વિકલાંગ વ્યક્તિને તેમની જરૂરિયાત મુજબ સાધન સહાય મેળવવા નિયત ફોર્મ ભરતાં જે-તે નાણાંકીય વર્ષમાંમંજૂર કરી સાધન આપવામાં આવે છે અને સ્વૈચ્છિક સામાજિકસંસ્થાઓના સૌજન્યથી વિકલાંગ વ્યક્તિને સાધનસહાય આપવામાં આવે છે. મંજૂર કરવાની સત્તા જિલ્લા સમાજ સુરક્ષા અધિકને આપવામાં આવેલ છે. વિકલાંગ લાભાર્થીઓને બે સાધનોની જરૂરિયાત ઊભી થાય છે. (૧) એક સાધન વિકલાંગ વ્યક્તિની શારીરિક મુશ્કેલી દૂર કરવા માટે અને (૨) બીજા સાધન આર્થિક રીતે પગભર થવા માટે સ્વરોજગારી મેળવવા માટે). આમ બે સાધનો આપવાનું સરકારના તા. ૫-૭-૨૦૧૧ના ઠરાવથી નક્કી કરવામાં આવેલ છે તથા સહાયની રકમ પણ તા. ૧૮-૪-૨૦૧૬ના ઠરાવથી રૂ. ૬OOO-00 થી વધારીને રૂ. ૧૦,૦૦૦-૦૦ નક્કી કરવામાં આવી છે તેમજ વય મર્યાદા ૧૬ વર્ષથી ૬૦ વર્ષની સુધીની હતી તેમાં સુધારો કરી તમામ પ્રકારની વિકલાંગતા ધરાવતી વ્યક્તિઓને તેમની વિકલાંગતામાં રાહત થાય તે હેતુથી અથવા પુનઃસ્થાપનના હેતુથી સાધન સહાય આપવામાં આવે છે તેમાં વયમર્યાદાની જોગવાઈ દૂર કરવામાં આવેલ છે. (ઠરાવ તા. ૨૧-૫-૨૦૧૬) પાંચ વર્ષ બાદ ત્રણ પૈડાંની સાઈકલ-સાધન બગડી કે તૂટી જાય તેવા સંજોગોમાં બીજી વખત સાધન સહાય મંજૂર કરવામાં આવે છે. આ યોજના હેઠળ સહાયની રકમની રોકડમાં ચૂકવણી થતી નથી. સાધન સ્વરૂપે જ આપવામાં આવી છે. સ્ત્રોત : નિયામક, સમાજ સુરક્ષા