જરૂરિયાતવાળા વિકલાંગોને ટ્રાઈસિકલ, વ્હીલચેર, કેલીપર્સ, કૃત્રિમ અવયવો, શૈક્ષણિક અને હલન-ચલનનાં સાધનો આપવામાં આવે છે. આ લાભ નીચેની સંસ્થાઓમાંથી તેમની પાસેના ઉપલબ્ધ ફંડની મર્યાદામાં મેળવી શકાય છે. અંધજન મંડળ, ડૉ. વિક્રમ સારાભાઈ રોડ, વસ્ત્રાપુર, અમદાવાદ-૧૫. વી વન સોસાયટી, ભૂમિજા કોમ્પલેક્ષ, મિશન ટ્રેનિંગ-કમ્પાઉન્ડની સામે, ફતેહગંજ, વડોદરા - ૨૯૦ ૦૦૨. મેડિકલ કેર સેન્ટર ટ્રસ્ટ, ચિલ્ડ્રન હોસ્પિટલ, કારેલી બાગ, વડોદરા - ૧૮. કે.એલ. ઈન્સ્ટિટયૂટ ફોર ધ ડેફ, પ૧- વિદ્યાનગર, ભાવનગર - ૩૬૪ ૦૦૨ ઉપરોક્ત સંસ્થાઓ દ્વારા રૂા.૧,૫૦૦ સુધીની કિંમતનાં નીચેનાં સાધનો મળી શકશે. ધોરણ-૧થી ૭ અને સેકન્ડરીમાં અભ્યાસ કરતા નેત્રહીન વિદ્યાર્થીઓને બ્રેઈલ કીટ (Brail Kit)નાં સાધન આપવામાંઆવે છે. અનુસ્નાતકમાં અભ્યાસ કરતા નેત્રહીન વિદ્યાર્થીને જુદું ટેપરેકોર્ડર અને બ્રેઈલ કીટ આપવામાં આવે છે. શારીરિક ક્ષતિ ધરાવતી વ્યક્તિઓને કેલીપર્સ, ઘોડી, સર્જિકલ બૂટ, કૃત્રિમ પગ અથવા કૃત્રિમ હાથ આપવામાં આવે છે. બંને પગથી વિકલાંગ વ્યક્તિને વ્હિલ ચેર ટ્રાઈસિકલ આપવામાં આવે છે. મૂક-બધિરને શ્રવણયંત્ર આપવામાં આવે છે. વિકલાંગ વ્યક્તિ અથવા તેના વાલીની આવક મહિને રૂ.૧,૨૦૦/- કરતાં ઓછી હોય તો સાધન વિનામૂલ્ય મળશે. વિકલાંગ વ્યક્તિ અથવા તેના વાલીની આવક મહિને રૂ.૧,૨૫૦/- થી રૂા.૨,૫૦૦/- સુધીની હોય તો ૫૦ ટકા રકમ ભરવાથી મળશે. ઉપરોક્ત સહાય મેળવવા માટે સંબંધિત સંસ્થાને અરજી કરવાની રહે છે. અરજી નીચે દર્શાવેલ વિગતો સાથે કરવી. વિકલાંગતા દર્શાવતો સિવિલ સર્જનનો દાખલો આવકનો પ્રમાણિત દાખલો બંને પગથી વિકલાંગ વ્યક્તિનો પોતાની વિકલાંગતા દર્શાવતો આખો ફોટો. કોઈ પણ વ્યક્તિને સરકારી / અર્ધસરકારી કે ખાનગી સંસ્થાઓમાંથી ઉપરોક્ત સહાય ન મળી હોય તો જ આ લાભ મળશે. ભારત સરકારના કલ્યાણ મંત્રાલય દ્વારા, આ યોજનાના હેતુઓ માટે, કંપનીના કાયદા મુજબ નોંધણી પામેલ કંપની, સોસાયટી, ટ્રસ્ટ અથવા સંસ્થા કે જેને માન્યતા આપવામાં આવેલ હોય તેવાઓએ અરજી કરવાની રહેશે. સંબંધિત કંપનીસોસાયટી | ટ્રસ્ટ | સંસ્થા દ્વારા સહાય માટેની સંપૂર્ણ ચકાસણી બાદ ઉમેદવારોની લાયકાત નક્કી કરશે અને ત્યાર બાદઉમેદવારને જે તે સાધનો ઉપરોક્ત મર્યાદા મુજબ ફાળવશે. સ્ત્રોત : નિયામક, સમાજ સુરક્ષા