<div id="MiddleColumn_internal" style="text-align: justify; ">પોલિયોના દર્દીઓ માટે શસ્ત્રક્રિયા અને તે પછીના કાર્યક્રમની યોજનામાં સહાયની રકમ ઓપરેશન તથા દવા ખર્ચ મળીને રૂ. ૨,OOO/- તથા કેલીપર્સના રૂ. ૧૫૦૦/- મળી કુલ રૂ. ૩, ૫00/-ની મર્યાદામાં સહાય કરવાની જોગવાઈ હતી હવે તેમાં તા. ૨૧-૭-૧૬ના ઠરાવથી સુધારો કરી સહાયની રકમમાં વધારો કરી ઓપરેશન તથા દવા ખર્ચ મળી રૂ. ૭,૦૦૦/- તથા કેલીપર્સના રૂ. ૩૦૦૦/- મળી કુલ રૂ. ૧૦,૦૦૦/-ની (અંકે રૂપિયા દશ હજાર)ની સહાય કરવામાં આવશે. આવક મર્યાદા જે હતી તે નાબુદ કરવામાં આવી છે. (સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગનો ઠરાવ ક્રમાંક ... /૧૦૨૦૧૬/૩૯૧૪૨/છ-૧ તા. ૨૧-૫-૧૬) <br /> સ્ત્રોત : નિયામક, સમાજ સુરક્ષા</div>