લાભ કોને મળી શકે? ૬૦ વર્ષ કે તે કરતાં વધુ ઉંમરના નિરાધાર વૃદ્ધ વ્યક્તિ સ્ત્રી કે પુરુષને આનો લાભ મળી શકશે ૨૧ વર્ષની વય કે તેથી વધુ ઉંમરનો પુત્ર ન હોય તેવા નિરાધાર વૃ દ્ધ વ્યક્તિને આ સહાય મળી શક્યું. પુત્ર હોય, પરંતુ અપવાદરૂપ કિસ્સામાં માનસિક અસ્થિર હોય, કેન્સર કે ટી.બી. જેવી ગંભીર માંદગીથી પીડાતા હોય તેવા નિરાધાર વૃદ્ધોને આ સહાય મળવા પાત્ર છે. અરજદારની વાર્ષિક આવક ગ્રામ્ય વિસ્તાર માટે રૂ. ૪૭,૦૦૦ની અને શહેરી વિસ્તાર માટે રૂ. ૬૮,૦૦૦થી વધુ ન હોવી જોઈએ. અરજદાર ઓછામાં ઓછા ૧૦ વર્ષથી ગુજરાતમાં કાયમી વસવાટ કરતા હોવા જોઈએ. મળવાપાત્ર સહાય: અત્યાર સુધી નિરાધાર વૃદ્ધોને દર મહિને રૂ. ૨૦૦ની સહાય આપવામાં આવતી હતી, તેમાં હવે તા. ૦૯-૫૨૦૧રથી વધારો કરી દર મહિને રૂ. ૪૦૦ની સહાય આપવાનું નક્કી કરેલ છે. આ સહાયની ચૂકવણી મની ઓર્ડર દ્વારા થાય છે. પોસ્ટ એકાઉન્ટ અથવા બેંક એકાઉન્ટ મારફત પણ સહાય મેળવવા વિકલ્પ છે. અરજીપત્રક ક્યાંથી મળે? જે તે જિલ્લાની કલેક્ટરશ્રીની કચેરી (જનસેવા કેન્દ્રોમાંથી, પ્રાંત અધિકારીશ્રીની કચેરીમાંથી, તાલુકા કક્ષાએ મામલતદારશ્રીની કચેરીમાંથી પણ નિયત અરજીપત્રક વિના મૂલ્ય મળી શકે. અરજીપત્રક સાથે કયા કાગળો (આધાર-પુરાવા) બિડવાના? નિયત ફોર્મમાં સંપૂર્ણ વિગતો ભરી ફોર્મ ઉપર નિયત જગ્યાએ પાસપોર્ટ સાઈઝનો પોતાનો ફોટો લગાડવો. ઉંમરનો પુરાવો. (સ્કૂલ લીવિંગ સર્ટિફિકેટ કે જન્મના દાખલાની ઝેરોક્ષ નકલ). રહેઠાણનો પુરાવો.આવકનો દાખલો. ફોર્મ ભરીને ક્યાં આપવાનું? પોતાના તાલુકાની મામલતદારશ્રીની કચેરીમાં નિયત ફોર્મ ભરી બિડાણો સહિત આપવાનું રહેશે. ચકાસણી બાદ આવેલ અરજીપત્રક મંજૂરી નામંજૂર કરવાની સત્તા મામલતદારશ્રીને આપવામાં આવેલ છે. સ્ત્રોત:નિયામક, સમાજ સુરક્ષા