લાભ કોને મળી શકે? ૬૦ વર્ષ, કે તે કરતાં વધુ ઉંમરના સ્ત્રી કે પુરુષને આનો લાભ મળી શક્યું. અરજદાર ભારત સરકારની ગાઈડલાઈન મુજબના બી.પી.એલ. લાભાર્થી હોવા જોઈએ અને ગરીબી રેખાની યાદીમાં૦થી ૧૬ના સ્કોરમાં નામ નોંધાયેલ કુટુંબના સભ્ય હોવા જોઈએ. (અરજદાર જો ગ્રામ્ય વિસ્તારમાં રહેતા હોય તો તેઓના ગામની પંચાયતમાં અને નગરપાલિકા કે મહાનગરપાલિકા વિસ્તારમાં રહેતા હોય તો નગરપાલિકા કેમહાનગરપાલિકાની કચેરીમાં બી.પી.એલ. લાભાર્થી તરીકે નોંધાયેલ હોવા જોઈએ.) મળવાપાત્ર સહાય: ૬૦થી ૭૯ વર્ષની વયની વ્યક્તિને દર મહિને રૂ. ૪00. ૮૦થી વધુ વર્ષની વયની વ્યક્તિને દર મહિને રૂ. ૭00 મળે. આ સહાયની ચૂકવણી પોસ્ટ એકાઉન્ટ બેંક એકાઉન્ટ મની ઓર્ડર દ્વારા ચૂકવાય છે. અરજીપત્રક ક્યાંથી મળે? જે તે જિલ્લાની કલેક્ટરશ્રીની કચેરી (જનસેવા કેન્દ્ર)માંથી સંબંધિત તાલુકાના મામલતદારશ્રીની કચેરીમાંથી પણ નિયતઅરજીપત્રક વિના મૂલ્ય મળી શકે. અરજીપત્રક સાથે કયા કાગળો (આધાર-પુરાવા) બિડવાના? નિયત ફોર્મ સંપૂર્ણ વિગતો ભરી, ફોર્મ ઉપર નિયત જગ્યાએ પાસપોર્ટ સાઈઝનો પોતાનો ફોટો લગાડી. ઉંમરનો પુરાવો. ગરીબી રેખાની યાદીમાં ૮થી ૧૬ના સ્કોરમાં નામ હોવા બાબતનો પુરાવો. ફોર્મ ભરીને ક્યાં આપવાનું? પોતાના તાલુકાની મામલદારશ્રીની કચેરીમાં ફોર્મ બિડાણો સહિત આપવાનું. ચકાસણી બાદ આવેલ અરજીપત્રક મંજૂર/નામંજૂર કરવાની સત્તા મામલતદારને આપવામાં આવેલ છે. સ્ત્રોત : નિયામક, સમાજ સુરક્ષા