લાભ કોને મળવાપાત્ર થાય છે. અરજદારની ઉંમર ૭૯ વર્ષ કરતા ઓછી વયજૂથની હોવી જોઈએ. ૮૦ ટકા કે તેથી વધારે વિકલાંગતા ધરાવતી વ્યક્તિને અથવા જે કૃત્રિમ અંગથી પણ સ્વતંત્ર રીતે હલનચલન કેહરીફરી શકતા નથી તેવા વિકલાંગને, ૭૧% ડેસીબલ કે તેથી વધુ શ્રવણમંદ, ૮૦% કે તેથી ઉપર દષ્ટિહીન, ૪૯ કે તેથી ઓછો બુદ્ધિઆંક ધરાવતા મંદબુદ્ધિનાને ૧૦ વર્ષથી ગુજરાત રાજ્યમાં કાયમી વસવાટ ધરાવતા હોવાજોઈએ. વિકલાંગ વ્યક્તિનું નામ ગરીબી રેખા હેઠળ જીવતા કુટુંબની યાદીમાં સમાવિષ્ટ હોવું જોઈએ. (કેન્દ્ર સરકાર દ્વારાનક્કી કરેલ ધોરણો મુજબની બી.પી.એલ. યાદી નંબર સાથે અરજી કરેલ હોય) ૪. રાજય સરકારશ્રી તરફથી આપવામાં આવતું વિકલાંગ ઓળખકાર્ડ ધરાવતા હોવા જોઈએ. લાભ શું મળે? ૦ થી ૧૭ વર્ષથી નીચેના વિકલાંગ વ્યક્તિને માસિક રૂા.૪૦૦/- ૧૮ થી ૭૯ વર્ષની વય જૂથના વિકલાંગ વ્યક્તિને માસિક રૂ.૬૦૦/- અરજદારને સહાય મનીઓર્ડર મારફત રહેઠાણના સરનામે મોકલવામાં આવે છે. ૧૮ થી ૭૯ વર્ષની વયજૂથનાલાભાર્થીઓને સહાયની રકમ તેમના બેન્ક ખાતામાં જમા કરાવવામાં આવે છે. અરજીપત્રક સાથે સામેલ કરવાના પુરાવા. વિકલાંગ ઓળખકાર્ડની ઝેરોક્ષ નકલ ઉંમરનો દાખલો બી.પી.એલ. યાદી નંબર – રેશનકાર્ડની ઝેરોક્ષ નકલ સહાય ક્યારે બંધ થાય? અરજદારની ઉંમર ૭૯ વર્ષ પૂરી થતાં તથા અરજદારની તેમજ તેમના કુટુંબની વાર્ષિક આવક નિયત આવક કરતાંવધુ થાય ત્યારે : આ અંગેના નિયત અરજીપત્રક જે-તે જિલ્લાની જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીશ્રીની કચેરીમાંથી તથા તાલુકા જનસેવા કેન્દ્રમાંથી વિનામૂલ્ય મળશે. અરજીપત્રક ઉપર પાસપોર્ટ સાઈઝનો ફોટો લગાવવાનો રહેશે. ઓળખકાર્ડની ઝેરોક્ષ નકલ તથા રેશનકાર્ડ (બી.પી.એલ) દાખલા સહિતની ઝેરોક્ષ નકલ બીડવાની રહેશે. ગ્રામ્ય વિસ્તાર માટે બી.પી.એલ. યાદીમાં નામ હોવા અંગેનો સક્ષમ અધિકારીનો સ્કોર સાથેનો (૦ થી ૧૬ સુધીનો) દાખલો આપવાનો રહેશે. શહેરી વિસ્તાર માટે કેન્દ્ર સરકારના શહેરી વિકાસ વિભાગની ગાઇડ લાઇન મુજબ લાભાર્થી ગુણાંક ધરાવતા બી.પી.એલ. લાભાર્થીઓની અલગ યાદી દરેક મ્યુનિસિપાલિટી, નગરપાલિકા દ્વારા તૈયાર થયેલ છે. તેમાં નોંધાયેલ લાભાર્થીને આ યોજનાનો લાભ મળવાપાત્ર છે. સ્ત્રોત : નિયામક, સમાજ સુરક્ષા