મેરીટ કમ મીન્સ શીષ્યવૃતિ લઘુમતિ સમુદાય ના સમુચીત પ્રાધીકરણ થી માન્યતા પ્રાપ્ત સંસ્થામાં માન્યતા પ્રાપ્ત સ્નાતક,અનુસ્નાતક સ્તર ના અભ્યાસ વ્યવસાયીક અભ્યાસક્રમ તેમજ ટેકનીકલ અભ્યાસક્રમ માં અભ્યાસ કરતા લઘુમતિ સમુદાય ના વિધાર્થીઓ ને મળવા પાત્ર છે.

ધારા ધોરણઃ

વિધાર્થીના માતા પિતાની વાર્ષીક આવક ર.પ૦ (અઢી) લાખ રૂપીયા થી ઓછી હોવી જોઈએ.

વિધાર્થી ઉચ્ચ માધ્યમ કે સ્નાતક સ્તર માં પ૦ ટકા થી વધુ ટકા મેળવેલ હોવા જોઈએ.

પાત્રતા:

આ યોજના અંતર્ગત નીચે પ્રમાણે ની સુવિધાઓ આપવામાં આવશે.

છાત્રલયો માં રહેતા વિધાર્થીઓ ને ૧૦,૦૦૦/ રૂા. દર વર્ષે તથા છાત્રાલય માં ના રહેવા વાળા વિધાર્થીઓને પ૦૦૦/ રૂા. (માત્ર ૧૦ મહીના માટે) અનુરક્ષણ ભથ્થા તરીકે રકમ મળવા પાત્ર છે.

ધોરણ ૧૧ થી ૧ર સ્તર ના ટેકનીકલ અને વ્યવસાયીક અભ્યાસ કરતા વિધાર્થીઓ જે છાત્રાલય માં રહેતા હોય કે ના રહેતા હોય તેઓને વધુમાં વધુ ૧૦,૦૦૦/ રૂા. વર્ષે અથવા ભરેલી શિક્ષણ ફી અને પ્રવેશ ફી ની રકમ મળવા પાત્ર છે.

છાત્રાલયો માં રહેવા વાળા અને ના રહેવા વાળા વિધાર્થીઓને આ યોજના અંતર્ગત પંકતિ બદ્વ ૮પ સંસ્થાઓને સંપુર્ણ અભ્યાસક્રમ નો ખર્ચ મળવા પાત્ર છે તેમજ અન્યો માટે દર વર્ષે ર૦,૦૦૦/ રૂા. મળવા પાત્ર છે.

૩૦ ટકા શીષ્યવૃતિ મહીલાઓ માટે અનામત રાખેલી છે.

મેરીટ કમ મીન્સ શીષ્યવૃતિ મેળવવા માટે ઓનલાઈન ફોર્મ ભરવામાં આવે છે.

જેની વેબસાઈટ www.nationalscholarship.gov.in છે.

ઓનલાઈન/ઓફલાઈન ફોર્મ સાથે સ્કેન કરીને અપલોડ કરવાના પ્રમાણપત્રો.

પાસ્પોર્ટ સાઈઝ નો ફોટોગ્રાફ.

શૈક્ષણીક લાયકાત ને લગતાં પ્રમાણપત્ર.

રેશનકાર્ડ ની ઝેરોક્ષ.

આધાર કાર્ડ ની ઝેરોક્ષ.

બેંક પાસ બુક ની ઝેરોક્ષ.

આવક નું પ્રમાણ પત્ર (તાલકા વિકાસ અધિકારી).

શાળા / કોલેજ / સંસ્થા ચકાસણી ફોર્મ.

વિધાર્થી ઘોષણાપત્ર.

ફી ભર્યા ની પાવતી (રોલ નંબર અને તારીખ સાથે.)

ઓનલાઈન ફોર્મ ભરવાનું માર્ગદર્શન.

સ્ત્રોત: નેશનલ સ્કોલર્શીપ વેબસાઈટ, લઘુમતી મંત્રાલય વેબસાઈટ,