પ્રીમેટ્રીક શીષ્યવૃતિ લઘુમતિ સમુદાય ના ધો.૧ થી ૮ માં અભ્યાસ કરતા વિધાર્થીઓને આપવામાં આવે છે.

ધારા ધોરણઃ

વિધાર્થીના માતા પિતાની વાર્ષીક આવક ૧ (એક) લાખ રૂપીયા થી ઓછી હોવી જોઈએ.

વિધાર્થી રાજય સરકાર અને સંઘ રાજય દ્રારા માન્યતા પ્રાપ્ત સંસ્થાઓ / ખાનગી શાળાઓ સરકારી શાળાઓ/ સંસ્થાઓમાં અભ્યાસ કરતા હોવા જોઈએ.

શીષ્યવૃતિ મેળવવા માટે આગલા વર્ષ પ૦ ટકા થી વધુ ટકા મેળવેલ હોવા જોઈએ.

આ યોજના માટે લાભ મેળવવા ઈચ્છુક વિધાર્થીને બીજી અન્ય યોજનામાં લાભ મળવા પાત્ર નથી.

પાત્રતા:

ધોરણ ૬ થી ૮ માં અભ્યાસ કરતા વિધાર્થીઓ જે છાત્રાલય માં રહેતા હોય કે ના રહેતા હોય તેઓને પ્રવેશ ફી પેટે રૂા.પ૦૦/ મળવા પાત્ર છે.

ધોરણ ૬ થી ૮ માં અભ્યાસ કરતા વિધાર્થીઓ જે છાત્રાલય માં રહેતા હોય કે ના રહેતા હોય તેઓને શિક્ષણ ફી પેટે રૂા.૩પ૦/ મળવા પાત્ર છે.

કોઈપણ શૈક્ષણીક વર્ષમાં ધોરણ ૧ થી પ માં અભ્યાસ કરતા વિધાર્થીઓ જે ના રહેતા હોય તેઓને વધુમાં વધુ ૧૦ મહીના સુધી ના સમય ગાળા ના દર મહીનાના રૂા.૧૦૦/ પ્રમાણે અનુરક્ષણના ભથ્થા તરીકે મળવા પાત્ર છે.

ધોરણ ૬ થી ૮ માં અભ્યાસ કરતા વિધાર્થીઓને દર મહીને રૂા.૬૦૦/ પ્રમાણે અને છાત્રાલય માં ના રહેવા વાળા ઓ માટે દર મહીને રૂા.૧૦૦/ પ્રમાણ અનુરક્ષણના ભથ્થા તરીકે મળવા પાત્ર છે.

૩૦ ટકા શીષ્યવૃતિ મહીલાઓ માટે અનામત રાખેલી છે.

પ્રીમેટ્રીક શીષ્યવૃતિ મેળવવા માટે ધોરણ ૧ થી ૮ માટે ઓફલાઈન ફોર્મ ભરવામાં આવે છે જે ફોર્મ જે શાળા માં અભ્યાસ કરતા હોય ત્યાં ફોર્મ મળી શકે છે.

પ્રીમેટ્રીક શીષ્યવૃતિ નું ઓફલાઈન ફોર્મ સાથે આપવાના પ્રમાણપત્રો.

પાસ્પોર્ટ સાઈઝ નો ફોટોગ્રાફ.

શૈક્ષણીક લાયકાત ને લગતાં પ્રમાણપત્ર.

રેશનકાર્ડ ની ઝેરોક્ષ.

આધાર કાર્ડ ની ઝેરોક્ષ.

બેંક પાસ બુક ની ઝેરોક્ષ.

આવક નું પ્રમાણ પત્ર (તાલકા વિકાસ અધિકારી).

શાળા / કોલેજ / સંસ્થા ચકાસણી ફોર્મ.

વિધાર્થી ઘોષણાપત્ર.

ફી ભર્યા ની પાવતી (રોલ નંબર અને તારીખ સાથે.)

સ્ત્રોત : નેશનલ સ્કોર્શીપ વેબસાઈટ, લઘુમતિ મંત્રાલયની વેબસાઈટ,