પ્રીમેટ્રીક શીષ્યવૃતિ લઘુમતિ સમુદાય ના ધો. ૯ થી ૧૦ માં અભ્યાસ કરતા વિધાર્થીઓને આપવામાં આવે છે.

ધારા ધોરણઃ

વિધાર્થીના માતા પિતાની વાર્ષીક આવક ૧ (એક) લાખ રૂપીયા થી ઓછી હોવી જોઈએ.

વિધાર્થી રાજય સરકાર અને સંઘ રાજય દ્રારા માન્યતા પ્રાપ્ત સંસ્થાઓ / ખાનગી શાળાઓ સરકારી શાળાઓ/ સંસ્થાઓમાં અભ્યાસ કરતા હોવા જોઈએ.

શીષ્યવૃતિ મેળવવા માટે આગલા વર્ષ પ૦ ટકા થી વધુ ટકા મેળવેલ હોવા જોઈએ.

આ યોજના માટે લાભ મેળવવા ઈચ્છુક વિધાર્થીને બીજી અન્ય યોજનામાં લાભ મળવા પાત્ર નથી.

પાત્રતા:

ધોરણ ૯ થી ૧૦ માં અભ્યાસ કરતા વિધાર્થીઓ જે છાત્રાલય માં રહેતા હોય કે ના રહેતા હોય તેઓને પ્રવેશ ફી પેટે રૂા.પ૦૦/ મળવા પાત્ર છે.

ધોરણ ૯ થી ૧૦ માં અભ્યાસ કરતા વિધાર્થીઓ જે છાત્રાલય માં રહેતા હોય કે ના રહેતા હોય તેઓને શિક્ષણ ફી પેટે રૂા.૩પ૦/ મળવા પાત્ર છે.

ધોરણ ૯ થી ૧૦ માં અભ્યાસ કરતા વિધાર્થીઓને દર મહીને રૂા.૬૦૦/ પ્રમાણે અને છાત્રાલય માં ના રહેવા વાળા ઓ માટે દર મહીને રૂા.૧૦૦/ પ્રમાણ અનુરક્ષણના ભથ્થા તરીકે મળવા પાત્ર છે.

૩૦ ટકા શીષ્યવૃતિ મહીલાઓ માટે અનામત રાખેલી છે.

પ્રીમેટ્રીક શીષ્યવૃતિ મેળવવા માટે ધોરણ ૯ અને ૧૦ માટે ઓનલાઈન ફોર્મ ભરવામાં આવે છે જેની વેબસાઈટ www.nationalscholarship.gov.in છે.

પ્રી-મેટ્રીક શીષ્યવૃતિ નું ઓનલાઈન ફોર્મ સાથે સ્કેન કરીને અપલોડ કરવાના પ્રમાણપત્રો.

શૈક્ષણીક લાયકાત ને લગતાં પ્રમાણપત્ર.

પાસ્પોર્ટ સાઈઝ નો ફોટોગ્રાફ.

રેશનકાર્ડ ની ઝેરોક્ષ.

આધાર કાર્ડ ની ઝેરોક્ષ.

બેંક પાસ બુક ની ઝેરોક્ષ.

આવક નું પ્રમાણ પત્ર (તાલકા વિકાસ અધિકારી).

શાળા / કોલેજ / સંસ્થા ચકાસણી ફોર્મ.

વિધાર્થી ઘોષણાપત્ર.

સ્ત્રોત- નેશનલ સ્કોલર્શીપ વેબસાઈટ, લઘુમતી મંત્રાલય વેબસાઈટ,