હેતુ

ઠાકોર યા કોળી જાતિઓની મહિલાઓ માટે સ્વરોજગારી ઉભી કરવા માટે લક્ષ્યાંક જૂથની મહિલા ઉદ્યોગ સાહસિકોને લઘુ ધિરાણ યોજના.

આ યોજના હેઠળ મહિલા લાભાર્થી પોતાની પસંદગીનો ધંધો/વ્યવસાય કરી શકશે.

લોન મેળવવા માટેની પાત્રતા

અરજદાર ઠાકોર યા કોળી જાતિના મહિલા હોવા જોઇએ

અરજદારના કુટુંબની વાર્ષિક આવક, (અ) ગ્રામ્ય વિસ્તાર માટે રૂ. ૯૮,૦૦૦/- અને, (બ) શહેરી વિસ્તાર માટે રૂ.૧,૨૦,૦૦૦/- થી વધારે ન હોવી જોઇએ

અરજદારની ઉમર અરજીની તારીખે ઓછામાં ઓછી ર૧ વર્ષ અને ૪પ વર્ષથી વધુ ન હોવી જોઇએ

અરજદારને તાંત્રિક અને કુશળતા ધરાવતાં ધંધા/વ્યવસાયના કિસ્સામાં અનુભવ હોવો જરૂરી છે

અરજદારે લોન મેળવવા માટે યોગ્ય જામીન આપવાના રહેશે

યોજનાની મુખ્ય લાક્ષણિકતાઓ

લોનની મહત્તમ મર્યાદા રૂ.૫૦,૦૦૦/- સુધીની રહેશે

વ્યાજનો દર વાર્ષિક ૪ % રહેશે

આ યોજના હેઠળ ધંધા/ વ્યવસાયની રકમની ૧૦૦ % લોન આપવામાં આવે છે.

આ લોનની રકમ વ્યાજસહિત ૬૦ સરખા માસિક હપ્તામાં ભરપાઇ કરવાની રહેશે.

સ્ત્રોત- ગુજરાત ઠાકોર અને કોળી વિકાસ નિગમ ની વેબસાઈટ