0 થી ૬ વર્ષના બાળકોનું પોષણ અને આરોગ્યનું સ્તર સુધારવું, બાળકોનો શારીરિક, માનસિક અને સામાજિક વિકાસ, કિશોરીઓ – સગર્ભા તેમજ ધાત્રી માતા ઓનું પોષણસ્તર સુધારવું. સમાજમાં મહિલાઓ અંગેના પ્રવર્તમાન મનોવલણમાં બદલાવ લાવી વિકાસ કરવો. ભારતના બંધારણમાં અને કાઇયદઓમાં કરેલ જોગવાઇ આનુસર મહિલાઓના હાક્કોનું રક્ષણ કરવું. સમાજના નબળા વર્ગની મહિલાઓનો આર્થિક રીતે પગભર બનાવી તેમનું સશક્તિકરણ કરવું. જાતિગત ન્યાય, સમાનતાની પ્રસ્તુતિ અને તેના મહત્વનો સ્વીકાર થાય તેમજ સમગ્ર વિકાસની પ્રક્રીયા અને આયોજનમાં તેનો સમાવેશ થાય તેની ખાતરી આપવી. રાજ્યમાં જરૂરિયાતમંદ મહિલાઓ અને બાળકોના કલ્યાણની પ્રવૃત્તિઓ કરવી. સ્ત્રોત: મહિલા અને બાળ વિકાસ વિભાગ, ગુજરાત સરકાર