આંતરિયાળ વિસ્તારોમાં વસતા લોકોને પણ આંગણવાડીની સેવાઓ મળી રહે તે માટે કટિબધ્ધ રાજય સરકાર ધ્વારા આંતરિયાળ વિસ્તારો માટે મોબાઇલ આંગણવાડી વાનની સેવા શરુ કરવામાં આવી છે. જુલાઇ ૨૦૧૧ માં કુલ ૨૦૯ વિસ્તારોમાં ૨૭૦૫૩ લાભાર્થીઓને મોબાઇલ વાન ધ્વારા પુરક પોષણ આપવામાં આવેલ છે. સ્ત્રોત મહિલા અને બાળ વિકાસ વિભાગ