આંગણવાડી કાર્યકરના માનદ વેતનમાં કેન્દક સરકાર ધ્વાેરા એપ્રિલ ૨૦૦૮માં રૂ.૫૦૦ તથા તેડાગર બહેનોના માનદ વેતનમાં રૂ.૨૫૦ નો વધારો કરવામાં આવ્યોલ હતો. જયારે ગુજરાત સરકારે ઓકટોબર ૨૦૦૭માં આંગણવાડી કાર્યકરના માનદ વેતનમાં રૂ.૫૦૦ અને તેડાગર બહેનોના માનદ વેતનમાં રૂ.૨૫૦ નો વધારો કર્યો હતો આ ઉપરાંત ગુજરાત સરકારે મે ૨૦૧૦માં કરી એક વખત કાર્યકર બહેનોના વેતનમાં રૂ.૫૦૦ અને તેડાગર બહેનોના વેતનમાં રૂ.૨૫૦ નો વધારો કર્યો છે. ભારત સરકારશ્રીના મહિલા અને બાળ કલ્યા ણ મંત્રાલય ન્યુ દિલ્હીં ધ્વા રા આંગણવાડી કાર્યકર રૂ.૧૫૦૦/- અને આંગણવાડી તેડાગરને રૂ.૭૫૦/- તા.૧/૪/૧૧ થી અમલ કરતો વધારો જાહેર કરેલ છે. હાલમાં કાર્યકર બહેનોને માસિક રૂ.૨૫૦૦ તથા તેડાગર બહેનોને માસિક રૂ.૧૨૫૦ નુ માનદવેતન ચુકવવામાં આવે છે. કાર્યકર અને તેડાગરના વેતન માટે ભારત સરકારના કુલ ખર્ચ ૧૬૯.૪૫ કરોડ ઉપરાં૦ત વધારાના માનદ વેતન માટે ગુજરાત સરકાર વધારાના રૂ.૯૫ કરોડનો ખર્ચ ભોગવી રહી છે. સ્ત્રોત: મહિલા અને બાળ વિકાસ વિભાગ