આ યોજનામાં આર્થિક રીતે પછાત વર્ગોના સમુહને પુરતી આવક અને સ્વઓરોજગાર ઉભા કરવા માટે વધારાના ઓજારો/સાધનો આપવામાં આવે છે. આ યોજના ગરીબી રેખાની નીચે જીવતી વ્યરકિતઓ/કારીગરોની આર્થીક સ્થિ તિ સુધારવા માટેની અગાઉની સ્વીરોજગાર યોજનાને બદલે તા૧૧/૯/૯૫થી શરૂ કરવામાં આવી છે. આમાં ફેરીયા, શાકભાજી વેચનાર, સુથારીકામ વગેરે જેવી ૭૯ ટ્રેડમાં નાના પ્રકારના વેપાર/ધંધા કરવા સમાજના નબળા વર્ગોના લોકો કે જેની કુટુંબની વાર્ષીક આવક ગ્રામ્યં વિસ્તાેર માટે રૂ.૪૭૦૦૦/- અને શહેરી વિસ્તાવર માટે રૂ.૬૮૦૦૦/- ની હોય તેવા લોકોને આર્થિક આવકમાં વધારો કરવા માટે વ્યાવસાય માટે જરૂરી સાધન/ઓજાર સહાય રૂ.૬૦૦૦/- ની મર્યાદામાં આપવામાં આવે છે. પાત્રતાઃ ઊંમર: ૧૬ વર્ષ થી ૬૦ વર્ષ આવક મર્યાદા: ગ્રામ્ય વિસ્તારના લાભાર્થીઓ માટે જિલ્લા ગ્રામ વિકાસ વિભાગની ગરીબી રેખાની યાદીમાં સમાવેશ થયેલ હોવો ફરજીયાત છે. આ લાભાર્થીએ આવકનો દાખલો રજૂ કરવાનો રહેતો નથી. અથવા અરજદારના કુટુંબની વાર્ષિક આવક ગ્રામ્ય વિસ્તાર માટે રૂ.૪૭૦૦૦/- અને શહેરી વિસ્તાર માટે રૂ.૬૮૦૦૦/- હોવી જોઇએ તે અંગેનો તાલુકા મામલતદાર અથવા નગરપાલિકા ચીફ ઓફીસર અથવા મહાનગરોમાં મહાનગરપાલિકાના અધિકૃત અધિકારીનો આવકનો દાખલો રજૂ કરવાનો રહેશે. નાણાંકીય સહાયઃ રૂ.૬૦૦૦/- ની મર્યાદામાં લાભાર્થી દીઠ સાધન ઓજારના સ્વરૂપમાં. સંપર્કઃ સબંધિત જિલ્લા ઉઘોગ કેન્દ્ર અરજીપત્રકઃ માનવકલ્યાાણ યોજના અન્વયે સ્વરોજગારી માટેના લાભાર્થીઓનું અરજી ફોર્મ માનવ કલ્યાણ યોજના – ટુલકીટ્સ માટે અહીં ક્લીક કરો માનવ કલ્યાણ યોજનાનો ઠરાવ માટે અહીં ક્લિક કરો માનવ કલ્યાણ યોજનાનો ઠરાવ માટે અહીં ક્લિક કરો સ્ત્રોત : કુટીર અને ગ્રામ ઉદ્યોગ