અગાઉ આ યોજના ગ્રામોઘોગ વિકાસ સંકુલ યોજના તરીકે ઓળખાતી હતી. અન્યસ એક યોજના કોમન વર્કશેડ યોજના પણ અસ્તિ ત્વલમાં હતી અને યોજનાઓના ઉદ્દેશ એક જ હતા જેથી તેમના અમલમાં કેટલીક મુશ્કેડલીઓ પડતી હતી. કાળજીપુર્વકની વિચારણાને કર્યા બાદ અને યોજનાઓ ફેબ્રુઆરી-૨૦૦૦ થી એકબીજામાં ભેળવી દેવામાં આવી અને હવે તે યોજના ગ્રામોઘોગ વિકાસ કેન્દ્ર તરીકે ઓળખાય છે. આ યોજનામાં કારીગરોને ગ્રામ કક્ષાએ માળખાગત સવલતો પુરી પાડવામાં આવે છે. ૧૦૦ ટકા સહાય સ્વૈકચ્છી ક સંસ્થાાઓને આપવામાં આવે છે. પાત્રતાઃ બીન સરકારી સંસ્થાઓ, નોંધાયેલ ટ્રસ્ટો, સોસાયટી રજી.એક્ટ નીચે નોંધાયેલ સહકારી મંડળીઓ, જેને બે થી ત્રણ વર્ષનો અનુભવ હોય પોતાની માલિકીની આશરે ૧૦૦૦ થી ૧૨૦૦ ચો.ફુટ જગ્યા(બિન ખેતી જમીન) હોવી જરુરી ગ્રામ્ય કક્ષાએ કુટીર અને ગ્રામોધોગ ક્ષેત્રની પ્રવૃત્તિ નીચે ઓછામાં ઓછા રપ કારીગરોને રોજગારી આપવાની ક્ષમતા. સંસ્થા કાર્યશીલ અને સુચિત પ્રવ્રુતિ સાથે સંકળાયેલી હોવી જોઇએ, યોગ્ય જગ્યા, જરૂરી કાચો માલ, ટેકનિકલ/વહીવટી સ્ટાફ વગેરેનું આયોજન કરવા સક્ષમ નાણાંકીય સહાયઃ રૂા.૧૩-૦૦ લાખની યુનીટ કોસ્ટ જેમાં (રૂા. લાખમાં) અ.નં. વિગત સહાય (રૂા. લાખમાં) ૧ ઓફીસ/ગોડાઉન વર્કશેડ બાંધકામ વિદ્યુત જોડાણ રૂ.૧૦.૦૦ ૨ તાલીમ અને ડીઝાઇન રૂ.૦.૭૦ ૩ વહીવટી સહાય રૂ.૦.૪૦ ૪ સાધન ઓજાર રૂ.૧.૨૦ ૫ રીવોલ્વીંગ ફંડ રૂ.૦.૫૦ ૬ બજાર પ્રોત્સાહન રૂ.૦.૨૦ કુલઃ રૂ.૧૩.૦૦ અરજીપત્રકઃ ગ્રામોદ્યોગ વિકાસ યોજનાનું અરજી ફોર્મ ગ્રામોદ્યોગ વિકાસ કેન્દ્ર નો ઠરાવ અરજી સાથે જોડવાના સાધનિક કાગળો સ્ત્રોત સબંધિત જિલ્લા ઉઘોગ કેન્દ્ર