દેશમાં ગ્રામીણ જનતાને રોજગાર પુરો પાડવામાં ખેતી પછી હાથશાળ આવે છે. આમ છતાં ગુજરાતમાં તેનો હિસ્સો નાનો છે. સુચિત યોજનાઓનો હેતુ મુખ્યેત્વે લાભો સીધા જ વણકરોને મળે તે માટે પ્રાથમિક સહકારી મંડળીઓને સુદૃઢ કરવાનો છે. આમ છતાં કેટલાક લાભો જિલ્લા પ્રાંતિય અને રાજય સ્ત રની મુખ્યમ સહકારી મંડળીઓને પણ આપવામાં આવે છે. જયાં તેઓ પ્રાથમિક સહકારી મંડળીઓને ખરીદ વેચાણ અને અન્યજ સહાય આપે છે. પરંતુ તે એક જ હેતુ માટે એક જ લાભાર્થીને બેવડો લાભ ન મળે તેની શરતને આધીન હોય છે. રાષ્ટ્રીય હાથશાળ વિકાસ કાર્યક્રમ(NHDP) ભારત સરકારશ્રી ના વસ્ત્ર મંત્રાલય દ્વારા સંકલિત હાથશાળ વિકાસ યોજનાને સ્થાને સર્વગ્રાહી હાથશાળ વિકાસ યોજના (સીએચડીએસ)તા૩૦-૧૨-૨૦૧૩ થી અમલમાં મુકવામાં આવેલ છે અને સુધારેલી રાષ્ટ્રીય હાથશાળ વિકાસ કાર્યક્રમ (એનએચડીપી)ની ગાઇડ લાઇન તા ૨૩-૬-૨૦૧૫ થી અમલમાં મુકવામાં આવેલ છે. જેના મુખ્ય ઘટકો નીચે મુજબ છે. યોજનાના ઘટકો જૂથોનું એકત્રીકરણ નવાં ક્લસ્ટરો ગ્રુપ અભિગમ બજાર પ્રોત્સાહન હાથશાળ માર્કેટિંગ સહાય હાથશાળ સંસ્થાનો વિકાસ અને સંગીનતા હાથશાળ ગણતરી અન્ય સ્વીકૃત જવાબદારીઓ યોજનાની માર્ગદર્શિકા યોજનાની માર્ગદર્શિકા માટે અહીં ક્લિક કરો સંપર્કઃ સંબંધિત જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર મીલ ગેટ પ્રાઇઝ યોજના મીલગેઇટ પ્રાઇસે દરેક પ્રકારનું સુતર હાથશાળ વણકરોને પુરૂ પાડવાનો છે. જેમાં દરેક શાથશાળ કોર્પોરેશન, સ્વૈચ્છિક સંસ્થાઓ, હેન્ડલુમ ડેવલપમેન્ટ સેન્ટર વિગેરે પાત્ર છે. ક્રમ વિગત સમતલ વિસ્તારમાં ટેકરીઓ અને દૂરના વિસ્તાર માં નોર્થ-ઈસ્ટ વિસ્તારમાં ૧ સિલ્ક અને જયુટ યાર્ન સિવાય વિગેરે ૧.૦૦ ટકા ૧.૭૫ ટકા ૩.૦૦ ટકા ૨ સિલ્ક યાર્ન ૧.૦૦ ટકા ૧.૨૫ ટકા ૧.૫૦ ટકા ૩ જયુટ / જયુટ બ્લેન્કેટ યાર્ન ૭.૦૦ ટકા ૮.૦૦ ટકા ૮.૫૦ ટકા આ ઉપરાંત ૨.૫૦ ટકા લેખે ડેપો ઓપરેટીંગ ચાર્જ મળવાપાત્ર છે. સ્ત્રોત: કમીશ્નરશ્રી, કુટીર અને ગ્રામ ઉદ્યોગ