વિહંગાવલોકન : આદિજાતિ વિકાસ વિભાગ નીચે ચાલતી શાળાઓમાં બાયોમેટ્રિક વ્યવસ્થા અને કોમ્પ્યુટરની મદદથી શિક્ષણ આપવાની વ્યવસ્થાનો ઉદ્દેશ હાજરી પૂરવાની વ્યવસ્થા ઓટોમેટિક બનાવવાનો અને શાળાઓને કોમ્પ્યુટરની મદદથી શિક્ષણના વિષયો ભણાવવામાં સહાયરૂપ બનવાનો છે. ઉદ્દેશ : વિદ્યાર્થીઓની નિયમિતતામાં ઉમેરો કરવો અને ગેરહાજર રહેવાનું કારણ ઘટાડવું. ભાગીદાર સંસ્થા : આદિજાતિ વિકાસ વિભાગ અને શિક્ષણ વિભાગ (પ્રોજેક્ટ ફોર્મ્યુલેશન) એચસીએલ, ઈન્ફોસિસ્ટમ લિમિટેડ (અમલીકરણ સંસ્થા) અને IL & FSETS (પ્રોજેક્ટ વ્યવસ્થાપન સંસ્થા) ભૌગોલિક ભૂમિભાગ : રાજ્યની શૈક્ષણિક સંસ્થાઓ અપેક્ષિત લાભાર્થીઓ :શાળાઓના વિદ્યાર્થીઓ અને શિક્ષકો યોજનાથી થતા લાભ : શિક્ષકો, વિદ્યાર્થીઓ, છાત્રાલયમાં રહેતા વિદ્યાર્થીઓની હાજરી નોંધણી માટેની વ્યવસ્થામાં પારદર્શિતા અને અસરકારકતા આવશે અને શૈક્ષણિક સોફટવેરના માધ્યમથી વિદ્યાર્થીઓ માટેની ઈ-લર્નિંગ સુવિધા વિદ્યાર્થીઓ માટે ખૂબ લાભદાયી નીવડશે. મુખ્ય સિધ્ધિ : ૭૧૩૧ સંસ્થાઓની અને તેમાં અભ્યાસ કરતી ૯,૫૩,૯૩૬ વિદ્યાર્થીઓની અને ૨૮,૬૯૮ શિક્ષકો તેમજ બિનશૈક્ષણિક કર્મચારીઓની નોંધણી થઈ છે. સ્ત્રોત : આદિજાતિ વિકાસ વિભાગ