વિહંગાવલોકન : સરકાર અનુસૂચિત જનજાતિના જે વિદ્યાર્થીઓ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક ધોરણોમાં અભ્યાસ કરી રહ્યા છે તેમને સહાયરૂપ બનવા માટે છાત્રાલયો ચલાવે છે. ઉદ્દેશ:| વિદ્યાર્થીઓને રહેવા અને જમવાની સુવિધા ઉપલબ્ધ કરવી. પ્રારંભ: ૧૯૫૫-૫૬ ભાગીદાર:| કોઈ નહિ ભૌગોલિક ભૂમિભાગ: તમામ જિલ્લાઓ અપેક્ષિત લાભાર્થીઓ : ધોરણ ૮ થી ૧૨ માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ પાત્રતાના માપદંડ : અનુસૂચિત જનજાતિના એવા વિદ્યાર્થીઓ, જેમના માતાપિતાની વાર્ષિક આવક રૂપિયા એક લાખ સુધીની છે. અનુસૂચિત જનજાતિની વિદ્યાર્થીનીઓ માટે આવકના કોઈ માપદંડ નહિ. વળી જે વિદ્યાર્થીઓ ૫૦% કે તેથી વધારે ગુણ લાવે તેમને ગુણવત્તાના ધોરણે પ્રવેશ મળશે. યોજના નીચે થનાર લાભ : મફત રહેવા અને જમવાની સુવિધા મુખ્ય સિધ્ધિ : ૧૪૬ સરકારી છાત્રાલયો બનાવવામાં આવ્યાં છે. જે અસરકારક રીતે કાર્યરત છે અને લગભગ ૧૦,૦૦૦ જેટલા વિદ્યાર્થીઓને રહેવા અને જમવાની સેવા ઉપલબ્ધ કરી આપે છે. સ્ત્રોત : આદિજાતિ વિકાસ વિભાગ