વિહંગાવલોકન: અનુસૂચિત જાતિઓ, અનુસૂચિત જનજાતિઓ અને અન્ય પછાત વર્ગોના વિદ્યાર્થીઓને ગુજરાતના મોટા શહેરોમાં અભ્યાસ કરવા માટેની સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા માટે રાજ્ય સરકારે સમરસ હોસ્ટેલની યોજના શરૂ કરી છે. ઉદ્દેશ :રાજ્યના છ મહાનગરોમાં અનુસૂચિત જાતિઓ, અનુસૂચિત જનજાતિઓ જનજાતિઓ અને અન્ય પછાત વર્ગોના વિદ્યાર્થીઓ માટે નિવાસી સેવાઓ ઉપલબ્ધ કરવા માટે મેગા સમરસ હોસ્ટેલોનું નિર્માણ કરવું. ભૌગોલિક ભૂમિભાગ : અમદાવાદ, સુરત, વડોદરા, ભાવનગર, આણંદ અને રાજકોટ અપેક્ષિત લાભાર્થીઓ: લગભગ ૧૨,૦૦૦ અનુસૂચિત જનજાતિના વિદ્યાર્થીઓ ક્ષમતા : પ્રત્યેક હોસ્ટેલ દીઠ ૨૦૦૦ વિદ્યાર્થીઓ માટેની ક્ષમતા યોજના નીચે લાભ: 'સ્ટેટ ઓફ આર્ટ' કક્ષાની સુવિધાઓ સાથે સુસજ્જ નાણાકીય જોગવાઈ : સરકારે સૈધ્ધાંતિક રીતે આ હોસ્ટેલોના બાંધકામ માટે રૂપિયા ૬૨૮ કરોડ મંજૂર કર્યા છે. હાલની સ્થિતિ : બાંધકામ ચાલુ છે. સ્ત્રોત : આદિજાતિ વિકાસ વિભાગ