વિહંગાવલોકન: દેશનાં ૧૭ રાજ્યો અને તે એક કેન્દ્રશાસિત વિસ્તારમાં, પ્રાગૃકૃષિ ટેકનોલોજીની કક્ષા, સાક્ષરતાનો નીચો દર, ઘટતી જતી જમીન અથવા સ્થગિત થઈ ગયેલી આદિવાસી વસતિનો દર વગેરે બાબતોના આધાર પર ૭૫ આદિવાસી સમુદાયોને વિશેષ અસર પામે તેવા આદિજાતિ સમુદાયો (perticularly Vulnerable tribal groups - PVTGs) તરીકે નક્કી કરવામાં આવેલ છે. આ જૂથોની અસરગ્રસ્તતા (Vulnerability) ધ્યાનમાં લઈને, તે સમુદાયોના સર્વાંગી વિકાસ માટે કેન્દ્રીય ક્ષેત્રની યોજના શરૂ કરવામાં આવી હતી. ઉદ્દેશ : વિશેષ અસર પામે તેવા આદિજાતિ સમુદાયો (PVTGs) ના ઝડપી વિકાસ માટે અને તેમની આજીવિકા, આવાસ, શુધ્ધ પીવાના પાણી પ્રતિની પહોંચ, સાક્ષરતા અને માર્ગોની પ્રતિની પહોંચ સુધારવાની તકો ઉપલબ્ધ કરવી. પ્રારંભ : ૧૯૯૮-૧૯૯૯ (તે પછી આગળનું જાહેરનામું બહાર પડ્યું ૨૦૦૭-૦૮) ભાગીદાર : બિન સરકારી સંગઠનો વિકાસલક્ષી પ્રવૃતિઓ હાથ ધરશે. ભૌગોલિક ભૂમિભાગ : જ્યાં આવા વિશેષ અસર પામે તેવા આદિજાતિ સમૂહો (PVTGs) વસે છે તે વિસ્તારો અપેક્ષિત લાભાર્થીઓ : PVTGs પ્રકારમાં આવતા આદિવાસી સમુદાયો જેમાં કોટવાળિયા, કોલઘા, કાઠોડી, સીદી અને પઢાર જાતિઓનો સમાવેશ થાય છે. પાત્રતાના માપદંડ : ઉપર દર્શાવેલ તમામ PVTGs સમુદાયો યોજના નીચે લાભ:| માળખાકીય સુવિધાઓનું નિર્માણ, માર્ગોનું બાંધકામ, શૈક્ષણિક સુવિધાઓ, પીવાના પાણીની સુવિધાઓ, આરોગ્ય સુવિધાઓ, કૃષિ વિકાસ, જમીન વિહોણાને જમીનનું વિતરણ, પશુ સુધારણા, આવક પેદા થાય તેવી પ્રવૃતિઓ, પરંપરાઓનું રક્ષણ વગેરે મહત્વપૂર્ણ પ્રાપ્તિઓ: અત્યાર સુધીમાં PVTGs સમુદાયોના ૪૫,૦૦૦ કરતાં વધુ લોકોને આ યોજનાનો લાભ પ્રાપ્ત થયો છે. PVTGs સમુદાયોના વિકાસ માટેની પ્રવૃતિઓ પાછળ રૂપિયા ૪૦.૫૮ કરોડ રૂપિયાનો ખર્ચ થયો છે, જે ભારત સરકારે ફાળવેલી કુલ રકમનો ૬૬% ઉપયોગ થયેલો દર્શાવે છે. સ્ત્રોત : આદિજાતિ વિકાસ વિભાગ