વિહંગાવલોકન : ઉચ્ચતર માધ્યમિક શાળાઓ દૂરના અંતરે આવેલી હોવાથી અનુસૂચિત જનજાતિના વિદ્યાર્થીઓમાં સામાન્યતઃ ધોરણ VIII નો અભ્યાસ પૂરો કર્યા પછી શિક્ષણ છોડી દેવાનું વલણ જોવા મળે છે. ઉદ્દેશ : વિદ્યાર્થીનીઓએ ધોરણ VIII પછી પણ શાળાકીય શિક્ષણ ચાલુ રાખવા અને શાળા તેમના રહેવાના સ્થળથી થોડાક કિ.મી. દૂર હોય તો પણ અભ્યાસ ચાલુ રાખવા માટે પ્રોત્સાહિત કરવા. પ્રારંભ : ૧૯૯૫ ભાગીદાર : કોઈ નહિ ભૌગોલિક ભૂમિભાગ: તમામ જિલ્લાઓ અપેક્ષિત લાભાર્થીઓ: ધોરણ IX માં અભ્યાસ કરવાનો ઈરાદો ધરાવતી તમામ આદિવાસી કન્યાઓ પાત્રતા માટેના માપદંડ :આ યોજનાનો લાભ મેળવવા માટે પરિવારની વાર્ષિક આવક ગ્રામીણ વિસ્તારમાં રુ.૨૭૦૦૦ સુધી અને શહેરી વિસ્તારમાં રુપિયા ૩૬૦૦૦ સુધીની હોવી જોઈએ. આ યોજના હેઠળ મળતા લાભ : આદિવાસી વિદ્યાર્થીઓનીને વિના મૂલ્યે સાયકલ ઉપલબ્ધ કરાય છે. મુખ્ય સિધ્ધિ : પોતાના ઘરથી શાળા દૂરના અંતરે આવેલી હોય તો પણ વિદ્યાર્થીનીઓ અભ્યાસ પૂરો કરી શકે છે. છેલ્લાં સાત વરસમાં ૧.૯૩ લાખ કરતાં વધુ વિદ્યાર્થીઓને આ યોજનાનો લાભ મળ્યો છે. સ્ત્રોત : આદિજાતિ વિકાસ વિભાગ