પરિચય ભારત સરકારના આદિજાતિ બાબતોના મંત્રાલયના વનઅધિકાર અધિનિયમ, ૨૦૦૬નો અમલ ગુજરાત રાજ્યમાં કરવામાં આવે છે. આ કાયદો અનુસૂચિત જનજાતિઓના અને અન્ય પરંપરાગત વનવાસીઓના પરંપરાગત, આવાસ, સામાજિક, આર્થિક અને આજીવિકાના હકોની અનુસૂચિત વિસ્તારો તેમજ બિન-અનુસૂચિત વિસ્તારોમાં નોંધણી અને તે હકો તેમને એનાયત કરવાનો હેતુ ધરાવે છે. વન અધિકાર અધિનયમ-૨૦૦૬ વ્યક્તિગત, સામુદાયિક અને માળખાકીય સુવિધાઓ સંબંધિત હક ઉપલબ્ધ કરી આપે છે. જુદાં જુદાં વરસોમાં, ભારત સરકારે આ કાયદાનું, કાયદા નીચે ઘડવામાં આવેલ નિયમોનું જાહેરનામું બહાર પાડેલ છે. વનઅધિકાર અધિનિયમ, નિયમો અને માર્ગદર્શિકા ક્રમવાર માર્ગદર્શિકા અને સુધારેલ નિયમો નીચે પ્રમાણે છેઃ સ્ત્રોત-આદિજાતી વિકાસ વિભાગ