વિહંગાવલોકન : અનુસૂચિત જનજાતિના વિદ્યાર્થીઓને તબીબી શિક્ષણ માટે તાલીમ આપવાની જરૂરિયાતને અનુલક્ષીને અમે તે પ્રકારે તબીબી કોલેજોમાં અનુસૂચિત જનજાતિની બેઠકો ખાલી ન રહે તે માટે ગુજસેટ કોચીંગ યોજના શરૂ કરવામાં આવી છે. આ યોજના અંતર્ગત આદિવાસી વિદ્યાર્થીઓને ગુજસેટ ની તાલીમ આપીને તેમને તબીબી શિક્ષણ માટે પ્રોત્સાહિત કરાશે. ઉદ્દેશ : તબીબી અભ્યાસક્રમની પ્રવેશ પરીક્ષાઓમાં અનુસૂચિત જનજાતિના વિદ્યાર્થીઓ માટે બહેતર તક ઉપલબ્ધ કરવી. પ્રારંભ : ૨૦૧૩-૨૦૧૪ ભાગીદાર સંસ્થા : એમટી એડ્યુ કેર (MT એડ્યુકેર) ભૌગોલિક ભૂમિભાગ : ૧૪ આદિવાસી જિલ્લાઓમાં આવેલા ૧૬ કેન્દ્રો અપેક્ષિત લાભાર્થીઓ :તબીબી શિક્ષણમાં પ્રવેશ માટે રસ ધરાવતા અનુસૂચિત જનજાતિના વિદ્યાર્થીઓ પ્રવેશ માટેની પાત્રતા : વિદ્યાર્થીઓને મળવાપાત્ર વિવિધ પ્રકારના પ્રોત્સાહનો અને ભથ્થાંઓમાં ફી, નિભાવ ભથ્થું, ભોજન બીલની ચૂકવણી, પ્રથમ વર્ષમાં પ્રવેશ મેળવેલ વિદ્યાર્થીઓને અભ્યાસક્રમ માટે આવશ્યક સાધનોની ખરીદી માટે વધારાની રકમ વગેરે. યોજના નીચે મળતા લાભ : માળખાકીય સુવિધાઓનું નિર્માણ, માર્ગોનું બાંધકામ, શૈક્ષણિક સુવિધાઓ, પીવાના પાણીની સુવિધાઓ, આરોગ્ય સુવિધાઓ, કૃષિ વિકાસ, જમીન વિહોણાને જમીનની વહેંચણી, આવક પેદા કરવા માટેની પ્રવૃતિઓ, પરંપરાઓની જાળવણી વગેરે. ૨૦૧૪-૧૫ દરમિયાન મુખ્ય સિધ્ધિ : ૨૦૧૪-૧૫ દરમિયાન, ગુજરાત રાજ્યમાં અનુસૂચિત જનજાતિના વિદ્યાર્થીઓ માટે મંજૂર કરવામાં આવેલી ૩૫૪ બેઠકોમાંથી ૩૨૩ બેઠકો(૯૧%) ભરી શકાઈ. આમ આગળના વર્ષમાં આવી માત્ર ૬૦% બેઠકો જ ભરી શકાઈ હતી. સ્ત્રોત : આદિજાતિ વિકાસ વિભાગ