વિહંગાવલોકન : વિદ્યાર્થીઓ એસએસસી પછીનો આગળનો અભ્યાસ કરવા ઈચ્છે છે પરંતુ નાણાના અભાવે અથવા નબળી આર્થિક પરિસ્થિતિને કારણે તેઓ ઉચ્ચ અભ્યાસ કરી શકતા નથી. ઉદ્દેશ : એસ.એસ.સી. પછીનો આગળનો અભ્યાસ કરવા ઈચ્છતા વિદ્યાર્થીઓને આર્થિક સહયોગ ઉપલબ્ધ કરવો પ્રારંભ: ૧૯૮૯ ભાગીદાર: કોઈ નહિ ભૌગોલિક ભૂમિભાગ : તમામ જિલ્લાઓ અપેક્ષિત લાભાર્થીઓ :એસએસસી પછી આગળ અભ્યાસ કરવા ઈચ્છતા અનુસૂચિત જનજાતિના વિદ્યાર્થીઓ પાત્રતાના માપદંડ: અનુસૂચિત જનજાતિના પરિવારની વાર્ષિક આવક રૂપિયા ૨,૫૦,૦૦૦ સુધીની હોવી જોઈએ. યોજના નીચે થતા લાભ : વિદ્યાર્થીઓને તેઓ જે અભ્યાસક્રમમાં અભ્યાસ કરતા હશે તે અનુસાર લાગુ પડતી રકમની શિષ્યવૃતિ તેમને મળશે. મુખ્ય સિદ્ધિઓ : આ યોજનાનો લાભ ૧૦.૪૯ લાખ કરતા પણ વધારે વિદ્યાર્થીઓને પ્રાપ્ત થયો છે. સ્ત્રોત : આદિજાતિ વિકાસ વિભાગ