પરિચય વનબંધુ કલ્યાણ યોજના (મુખ્યમંત્રીના દસ મુદ્દાનો કાર્યક્રમ) નો મુખ્ય ધ્યેય આદિજાતિના લોકોનો સંકલિત વિકાસ થાય તે હેતુસર સંકલિત આદિજાતિ વિકાસ પ્રાયોજના વિસ્તારમાં સામાજીક અને નાગરિક માળખાગતની સાથોસાથ ઉચ્ચ ગુણવતા યુક્ત રોજગારીનુ નિર્માણ કરવાની તકો ઉભી કરવી તેમજ સહભાગીદારી દ્રારા આદિજાતિ વિસ્તારમાં આદિજાતિ લોકોની આવક બમણી કરવી. ગુણવત્તાયુક્ત આરોગ્ય, સૌના માટે ઘર અને વિજળીકરણ, શુદ્ધ પીવાનું પાણી સુનિચ્ચિત કરવું, સિંચાઇ અને બારમાસી રસ્તાઓ અને શહેરી વિકાસ સગવડતા પુરી પાડવી. વનબંધુ કલ્યાણ યોજનના અસરકારક અમલીકરણ માટે તેમજ તેના ઉદેશ પરિપુર્ણ કરવા માટે ડેવલપમેન્ટ સપોર્ટ એજન્સી ઓફ ગુજરાતની રચના આદિજાતિ વિકાસ વિભાગના વહિવટી નિંયત્રણ હેઠળ કરવામાં આવેલ છે. ઉદ્દેશ સામાજિક માળખાઓના વિકાસ માટે વિવિધ વિકાસલક્ષી કાર્યક્રમનુ અમલીકરણ કરી, માનવ વિકાસ સૂચકઆંકમાં વધારો કરવો . વિઝન અને મિશન વનબંધુ કલ્યાણ યોજનાના દસ મુદ્દા પૈકી અને આ યોજનાના વિઝનને અનુરૂપ અને સોસાયટીના ઉદેશને સુસંગત વિઝન અને મિશન સ્પષ્ટ છે જે નીચે પ્રમાણે છે : રોજગારલક્ષી કાર્યક્રમ શરૂ કરવો. આદિવાસી વિસ્તારોનો આર્થિક વિકાસ વેગવંતો કરવો. ક્રુષિની ઉત્પાદક્તામાં વધારો કરવા માટે સિચાંઇની સગવડતા. વીજળીની સાર્વત્રિક ઉપલબ્ધતા. શહેરી વિકાસ નાણા ભંડોળનું સ્ત્રોત આદિજાતિ લોકોના વિકાસ માટે અને આદિજાતિ વિસ્તાર પેટા યોજનાની અમલવારી માટે ડી-સેગને ભારત સરકાર તરફથી તથા ગુજરાત સરકાર તરફથી બજેટ જોગવાઇ કરવામાં આવી હોય તે માટે ગ્રાન્ટ સ્ત્રોતમાંથી ગ્રાન્ટ સુનિશ્ચિત ધોરણે ફાળવવામાં આવે છે. પ્રોજેક્ટ્સ કૃષિ કૃષિ વૈવિધ્યકરણ યોજના યાંત્રિક ખેતી યોજનાકીય માહિતી ડેરી સંકલિત ડેરી વિકાસ યોજના (IDDP) સંકલિત પશુધન વિકાસ યોજના (આઇ.એલ.ડી.પી) વાછરડી ઉછેર યોજના (એચ.આર.પી) પ્રોજેક્ટ ડેરી સંક્ષિપ્ત વર્ણન તાલીમ અને કૌશલ્યમાં વધારો ઉચ્ચ ગુણવત્તાયુક્ત કૌશલ્ય તાલીમ પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશિપ પ્રોજક્ટ કૌશલ્ય તાલીમ સંક્ષિપ્ત વર્ણન યોજનાકીય માહિતી ટેકનોલોજી આધારિત ટેકનોલોજી આધારિત નાણાકીય સમાવેશ પ્રોજેક્ટ મદદ પ્રશ્નો માહિતી મેળવવાનો અધિકાર સ્ત્રોત :ડેવલપમેન્ટ સપોર્ટ એજન્સી ઓફ ગુજરાત- ડિ-સેગ