વિહંગાવલોકન: ભારત સરકારે ગૌણ વન પેદાશો માટે ન્યૂનતમ ટેકારૂપ ભાવો જાહેર કરેલ છે. ઉદ્દેશ : જંગલમાંથી ગૌણ વન પેદાશો એકત્ર કરતા લોકો જે વન પેદાશો ભેગી કરે છે તેમને વાજબી અને મળતરરૂપ કિંમત ઉપલબ્ધ કરવી અને તે રીતે ગૌણ વન પેદાશોના પાકની સાતત્યતાપૂર્ણતા સુનિશ્ચિત બનાવવી. ભાગીદાર : આ યોજના માટેનો નોડલ વિભાગ તેમજ યોજનાનું અમલીકરણ કરતી સંસ્થા અનુક્રમે છે આદિજાતિ વિકાસ વિભાગ અને ગુજરાત વન વિકાસ નિગમ લિ. ભૌગોલિક ભૂમિભાગ : જ્યાં અનુસૂચિત જનજાતિના સમુદાયોની વસતિ છે તે વિસ્તારો અપેક્ષિત લાભાર્થીઓ: ગૌણ વન પેદાશ એકત્રિત કરતા અનુસૂચિત જનજાતિના લોકો કઈ પેદાશો આવરી લેવાઈ છે? : આ યોજના અંતર્ગત કુલ ૧૨ ગૌણ વન પેદાશોને આવરી લેવાઈ છે - ટેન્ડુ, વાંસ, મહુવાના બીજ, સાલનાં પાંદડાં, સાલનાં બીજ, લાખ, ચણોઠી, મધ, આમળાં/બહેડાં, આંબલીનું ફળ, ગુંદર અને કરંજ સ્ત્રોત : આદિજાતિ વિકાસ વિભાગ