ભાગીદાર સંસ્થાએ જે રસ / હિત દર્શાવ્યા હોય તેના આધારે ચકાસણીઃ પ્રાથમિક કક્ષાએ બહુ જૂજ પક્ષકારોની પસંદગી તેમની ક્ષમતાના આધારે કરવામાં આવશે અને પ્રાથમિક ચકાસણી માટેના માપદંડ આ બાબતો પર આધારિત હશે : સૂચિત વિસ્તાર માટે કયા પ્રકારની પ્રવૃતિ સૂચવવામાં આવી છે ટેકનિકલ તજજ્ઞતા/સંબંધિત ક્ષેત્રમાત્ર અનુભવ પક્ષકાર સંસ્થાનું વાર્ષિક ટર્ન-ઓવર. ટૂંકી યાદી બનાવવી - ઉપર પ્રમાણેની પ્રાથમિક ચકાસણી કર્યા બાદ, નીચેના માપદંડના આધારે આવેલ તમામ પક્ષકારો પૈકી અમુક પક્ષકારોની ટૂંકી યાદી અંતિમ તબક્કાની પસંદગી માટે કરવામાં આવશે : સંબંધિત ક્ષેત્રમાં અનુભવ અને પ્રાપ્ત કરેલ પરિણામો લાયકાત ધરાવતા કર્મચારીગણની સંખ્યા આંતરરાષ્ટ્રીય સંસ્થા કે મંડળનો અનુભવ/આઉટસોર્સિંગ તજજ્ઞતા માટે જુદા જુદા પક્ષકારો સાથેની ગોઠવણ - વ્યવસ્થા રાજ્ય કક્ષાએ તેમજ સંબંધિત કાર્યક્ષેત્રની અંદર સંસ્થાની સુવિધાઓ પસંદગી - ટૂંકી યાદીમાં સમાવિષ્ટ પક્ષકારોને સંબંધિત સૂચિત વિસ્તાર માટે સર્વ સમાવેશક દરખાસ્ત તૈયાર કરવા માટે કહેવાશે, તે પછી અંતિમ પસંદગી, નીચેના માપદંડને આધારે કરવામાં આવશે : પ્રાયોજના પ્રાયોજનાનું ખર્ચ તેમાં રહેલાં જોખમો અને જોખમના વ્યવસ્થાપન માટેના ઉપાયો જેટલા રૂપિયા ખર્ચાય તે સામે સરેરાશ મળતર / વળતર સ્ત્રોત: આદિજાતિ વિકાસ