ગુજરાતમાં આદિમજાતિ જૂથોની સંખ્યા ૫ છે અને ગુજરાતમાં તે જાતિઓના ૨૩,૪૭૯ પરિવારો વસે છે. અમદાવાદની આદિવાસી સંશોધન અને તાલીમ કેન્દ્ર એ આદિમ જાતિ જૂથોની પરિવારોનો ઊંડાણપૂર્વકનો અભ્યાસ કર્યો અને તે અભ્યાસમાં જણાઈ આવ્યું કે આ આદિમજાતિઓમાં એવાં કેટલાંક પરિવારો છે જેમને આજીવિકાના નિશ્ચિત સાધનો સુધીની પણ પહોંચ નથી, રહેવા માટે યોગ્ય આવાસ નથી, વીજ-જોડાણ નથી અથવા પીવાના શુધ્ધ પાણીની મુશ્કેલી છે. આવા ઘણાં પરિવારો રોગગ્રસ્ત બનવાની સંભાવના ધરાવે છે, નિરક્ષર છે, તેમની પાસે કોઈ માલ મિલકત નથી અને તેઓ દેવામાં ડૂબેલા છે. સરકારે તા. ૨૨-૧૧-૨૦૧૩ ના રોજ રાજ્યનાં આદિમ જૂથોને છ પાયાની સુવિધાઓ ઉપલબ્ધ કરવા માટે ઠરાવ કર્યો છે, આ યોજના અંતર્ગત આવાસ, વીજ જોડાણ, માર્ગ, પીવાનું પાણી, શિક્ષણ અને આર્થિક પ્રગતિ વગેરે આદિમજાતિ જૂથોને ઉપલબ્ધ કરવાનાં છે : આવાસ : નવાં મકાનનું બાંધકામ અગર હાલના નિવાસમાં સુધારા-વધારા વીજજોડાણ:ઘરેલુ વીજજોડાણ માર્ગ : આંતરિક માર્ગો, એપ્રોચ રોડ અને મુખ્ય માર્ગો સાથે જોડાણ ધરાવતા માર્ગો પીવાનું પાણી : પીવાના શુધ્ધ પાણીની ઉપલબ્ધિ અને જ્યાં જ્યાં જરૂર જણાય ત્યાં પાઇપલાઈન દ્વારા પાણીની ઉપલબ્ધિ શિક્ષણ: ગુણવત્તાયુક્ત શિક્ષણ અને ઉચ્ચતર શિક્ષણ ઉપર ઝોક આર્થિક વિકાસ: આજીવિકા કમાઈ સામે તેવી યોજનાઓ લાભ. સ્ત્રોત-આદિજાતી વિકાસ વિભાગ