વિહંગાવલોકન : સમાજના અન્ય વર્ગોની સરખામણીમાં અનુસૂચિત જનજાતિના લોકોમાં સાક્ષરતા દર નીચો છે. આદિવાસી વિસ્તારોની અંદર ઉચ્ચતર માધ્યમિક શાળાઓનો અભાવ હોવાથી, વિદ્યાર્થીઓ પોતાનો અભ્યાસ પ્રાથમિક શિક્ષણ પૂરું કર્યા પછી, શાળા છોડી દેતા હોય છે. ઉદ્દેશ :જે આદિવાસી વિદ્યાર્થીઓ ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ મેળવવા ઈચ્છા ધરાવતા હોય તેમને સરકારમાં નોંધણી કરાવી હોય તેવી સંસ્થાઓ મારફતે રહેવાની વ્યવસ્થા ઉપલબ્ધ કરવી. પ્રારંભ : ૧૯૬૯ ભાગીદાર સંસ્થાઓ : બિન સરકારી સંગઠનો ભૌગોલિક ભૂમિભાગ :તમામ જિલ્લાઓ અપેક્ષિત લાભાર્થીઓ:ધોરણ ૮ થી ૧૨ માં ભણતા આદિવાસી વિદ્યાર્થીઓ પ્રવેશ માટેના માપદંડ: વાર્ષિક રૂપિયા ૧૧,૦૦૦ ની આવક ધરાવતા પરિવારો યોજના નીચે લાભ: છાત્રાલયોને ૧૦ મહિના માટે મહિને રુપિયા ૧૦૦૦ ની ગ્રાન્ટ ચૂકવાય છે. મુખ્ય સિધ્ધિ : ગુજરાત રાજ્યના ૧૫ જિલ્લાઓમાં ગ્રાન્ટ-ઈન-એઈડના ધોરણે ચાલતાં ૮૯૭ છાત્રાલયો છે, જેની ક્ષમતા ૪૬,૨૩૬ વિદ્યાર્થીઓને સમાવવાની છે. સ્ત્રોત : આદિજાતિ વિકાસ વિભાગ