હેતુ : અનુસૂચિત જાતિનાં વિદ્યાર્થીઓને પાયલોટની તાલીમ આપી તૈયાર કરવા. પાત્રતાના માપદંડો : આવકમર્યાદા નથી. મેટ્રિક્યુલેશન અથવા તેથી વધુ પાસ સહાયનું ધોરણ રૂ. ૨૫.૦૦ લાખની લોન ૪ ટકા વ્યાજના દરે આપવામાં આવે છે. શરતો: લોનની ચૂકવણી થયાની તારીખથી એક વર્ષ પછી લોન વસૂલાત કરવામાં આવે છે. માસિક સરખા હપતામાં લાભાર્થી ઇચ્છે તો ત્રિમાસિક હપતામાં આગોતરા જાણ કરીને ૧૦ વષૅમાં જ સંપૂણૅ લોનની ભરપાઇ કરવાની રહેશે. લોનની મુળ રકમ ભરપાઇ થયા બાદ વ્યાજ પણ આજ પ્રમાણે ચુકવવાનું રહેશે. લોન નિયમિત ભરપાઇ કરવામાં કસૂર થશે તો ૨.૫ ટકા (અઢીટકા) લેખે દંડનીય વ્યાજ લેવામાં આવશે. દંડનીય વ્યાજ સહિત હપતાઓ ભરવામાં કસૂર થશે તો ચડતર તેમજ બાકીની વસૂલાત કરવાની તમામ રકમ તથા અન્ય ખર્ચ એકીસાથે મહેસુલી રાહે વસૂલ કરવામાં આવશે. સ્ત્રોત-સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ