સામાજિક ન્યાસય અને અધિકારીતા વિભાગના તા. ર૮-૧૧-ર૦૦ર ના ઠરાવથી અનુસૂચિત જાતિના શિક્ષિત બેરોજગાર યુવાનોને પેટ્રોલ પંપ, ગેસ, કેરોસીન, ક્રુડ વિતરણની એજન્સીિ માટેની નાણાંકીય સહાયની યોજના આ કોર્પોરેશનને તબદીલ કરવામાં આવેલ છે. આ યોજના હેઠળ રૂ. પ૦,૦૦૦/- સુધીની માર્જીનમની પેટે લોન ૪ ટકા ના વ્યાજના દરે આપવામાં આવે છે. જેમાં આ માર્જીનમની લોનની વસુલાત સાત વર્ષના સરખા હપ્તાથી પરત લેવાની હોય છે. સ્ત્રોત: ગુજરાત અનુસૂચિત જાતિ વિકાસ નિગમ