પૂર્વ એસ. એસ. સી.ના વિદ્યાર્થીઓ માટે રાજ્ય શિષ્યવૃત્તિની યોજના પાત્રતાના માપદંડો આવક મર્યાદા લાગુ પડતી નથી સરકારી શાળાઓ/ખાનગી શાળાઓમાં આગલા ધોરણમાં પાસ હોવા જોઈએ સહાયનું ધોરણ(બીસીકે - ૨ મુજબ) સરકારી અને ખાનગી શાળાઓ વાર્ષિક ધો. ૧ થી ૮ વિદ્યાર્થીઓ રૂ. ૨૫૦ ધો. ૯ થી ૧૦ રૂ. ૪૦૦ અનુદાન યોજના સુબેદાર રામજી આંબેડકર છાત્રાલયને અનુદાન યોજના ૪૨૫ કુમાર અને ૧૬૭ કન્યા એમ કુલ ૫૯૨ છાત્રાલયો ચાલે છે. ૧૩૧૫૨ કુમાર અને ૫૭૨૨ કન્યા ( કુલ ૧૮૮૭૪) ૧ છાત્રાલયનું વાર્ષિક ખર્ચ રૂ. ૧,૯૯,૬૦૦/- સહાયનું ધોરણ રૂ. ૬૦૦/- માસિક એક વિદ્યાર્થી દીઠ નિભાવભથ્થું (૧૦ માસ સુધી) ગૃહપતિને પગાર રૂ. ૨૩૦૦/- થી ૨૭૦૦/- વિદ્યાર્થીદીઠ રૂ. ૫૦/ પંચાયત વિસ્તાર માટે (મકાન ભાડા પેટે) નગરપાલિકા માટે રૂ. ૭૦/- અને મહાનગરપાલિકા માટે રૂ. ૯૦/- વોચમેનને રૂ. ૧૦૦૦/- (પગાર પેટે), રસોયાને રૂ. ૧૩૦૦/- (પગાર પેટે), મદદનીશ રસોયાને રૂ. ૧૨૦૦/-(પગાર પેટે) વીજળીકરણ, રમતગમતનાં સાધનો, ગ્રંથાલયનાં પુસ્તકો, વર્તમાનપત્રો, સામાયિક વગેરે માટે અનુદાન આપવામાં આવે છે. જે સંસ્થા પાસે ત્રણ કે વધુ છાત્રાલયો ચલાવતી હોય તે સંસ્થાને માન્ય આઈટમ પર કરેલા ખર્ચના પ ટકા વહીવટી ગ્રાન્ટ આપવામાં આવે છે. નાના ઉદ્યોગ સાહસિકોને ધંધા/વ્યવસાયનું સ્થળ ખરીદવા નાણાકીય લોન સામે વ્યાજ સહાય પાત્રતાના માપદંડો રૂ. ૫૦,૦૦૦/- આવકમર્યાદા ધંધાનું સ્થળ/દુકાન ખરીદવા માટે સહાયનું ધોરણ લાભાર્થી બેંકેબલ યોજના હેઠળ રૂ. ૧૦.૦૦ લાખ સુધીની લોન મેળવે તો વાર્ષિક ૪% વ્યાજ લાભાર્થી પોતે ભોગવે અને ૪% થી ઉપરના વ્યાજની સહાય રૂ. ૧૫,૦૦૦ ની મર્યાદામાં વધુમાં વધુ ૩ વર્ષ માટે આપવાની જોગવાઈ છે. કુમાર રાજરત્ન ભીમરાવ આંબેડકર વૈદકીય સહાય યોજના પાત્રતાના માપદંડો -આવક મર્યાદા ગ્રામ્ય વિસ્તાર માટે વાર્ષિક રૂ.૪૭,૦૦૦/- શહેરી વિસ્તાર માટે વાર્ષિક રૂ.૬૮,૦૦૦/- સહાયનું ધોરણ સામાન્ય રોગોમાં રૂ. ૧૫૦/- કેસ દીઠ ગંભીર પ્રસૂતિનાં રોગ માટે રૂ. ૫૦૦/- કેસ દીઠ ટીબી માટે માસિક રૂ. ૫૦૦/- દર્દ મટે ત્યાં સુધી. કેન્સર માટે માસિક રૂ. ૧૦૦૦/- દર્દ મટે નહી ત્યાં સુધી રક્તપિત્ત માટે માસિક રૂ. ૮૦૦/- દર્દ મટે નહી ત્યાં સુધી એચ.આઇ.વી એઇડઝ ગ્રસ્ત માસિક રૂ. ૫૦૦/- રોગ મટે નહી ત્યાં સુધી સફાઈ કામદારો અને તેમના આશ્રિતોના પુનઃસ્થાપન માટે નાણાકીય સહાય હેતુ સફાઈ કામદારો અને તેમના આશ્રિતોના પુનઃ સ્થાપન માટે સહાયનું ધોરણ સફાઈ કામદારોને પુનઃસ્થાપન માટે રોજગારી-ધંધા માટે લોન સહાય આપવી અને અન્ય ધંધામાં વાળવા સ્ત્રોત : નિયામક- અનુસૂચિત જાતિ કલ્યાણ