ગુજરાત અનુસૂચિત જાતિ વિકાસ કોર્પોરેશનની સોસાયટી રજીસ્ટ્રે શન એકટ ૧૮૬૦ હેઠળ ગુજરાત અનુસૂચિત જાતિ વિકાસ કોર્પોરેશનની તા. પ-પ-૭પ થી રચના કરવામાં આવી. આ નિગમની રચના કરવાનો મૂળભૂત ઉદ્દેશ અનુસૂચિત જાતિઓનો સંપૂર્ણ રીતે વિકાસ થાય અને સમાજમાં તેઓ માનભર્યુ જીવન જીવી શકે તે માટે સુવિધાઓ પુરી પાડવાનો હતો. પરંતુ નિગમની રચના થયા પછી અનુભવે જણાયું કે, આ નિગમની રચનાનું માળખું કેન્દ્રો સરકાર અને રાજય સરકારશ્રીની નીતિને અનુરૂપ ન હોવાથી નિગમના માળખામાં યોગ્ય સુધારો કરી તા. રર નવેમ્બ્ર-૧૯૭૯ માં નિગમના માળખાનું સને ૧૯પ૬ ના ભારતીય કંપની ધારા હેઠળ સરકારશ્રીના એક જાહેર સાહસ તરીકે રૂપાંતર કરીને ગુજરાત અનુસૂચિત જાતિ આર્થિક વિકાસ નિગમ લિમિટેડ, ગાંધીનગર તરીકે રૂ. ૧પ.૦૦ કરોડની શેરમૂડી સાથે અસ્તિત્વ૯માં આવ્યુંર. ત્યાટરબાદ ગુજરાત વિધાનસભામાં પસાર થયેલ સને ૧૯૮પ માં ગુજરાત શિડયુલ્ડ કાસ્ટશ ડેવલપમેન્ટ. કોર્પોરેશન એકટ-૧૯૮પ (ગુજરાતનો ૧૯૮પનો ૧૦ મો) હેઠળ સમાજ કલ્યાાણ વિભાગ ગાંધીનગરના તા. ૬-૭-૯૬ ના જાહેરનામાથી ગુજરાત અનુસૂચિત જાતિ વિકાસ કોર્પોરેશનની ગાંધીનગરની તા. ૧પ-૮-૯૬ થી સ્ટે-ચ્યુ ટરી કોર્પોરેશન તરીકેની રચના થઇ. આ કોર્પોરેશનની અધિકૃત શેરમૂડી રૂ. પ૦.૦૦ કરોડ છે. તેની સામે હાલમાં આ કોર્પોરેશનની ભરપઇ થયેલી શેરમૂડી રૂ. ૪૦.૧૮ કરોડ છે. ઉદ્દેશો ગુજરાત રાજયના ગરીબી રેખા નીચે જીવતા અનુસૂચિત જાતિના વ્યકિતઓને લોન અને સહાયના સ્વરૂપમાં નાણાંકીય મદદ પૂરી પાડી તેઓને નિશ્ચિત સમય-મર્યાદામાં ગરીબ રેખા હેઠળ બહાર લાવવાનો આ કોર્પોરેશનનો મૂળભૂત ઉદ્દેશ છે. પ્રવૃતિઓ અનુસૂચિત જાતિઓનો સંપૂર્ણ રીતે વિકાસ થાય અને સમાજમાં તેઓ માનભર્યુ જીવન જીવી શકે, તે માટે આ નિગમે નીચે મુજબની વિવિધ યોજનાઓ અમલમાં મુકી. બેંન્કેબલ યોજના એન.એસ.એફ.ડી.સી. યોજના તાલીમ યોજના માનવ ગરીમા યોજના સ્ત્રોત:ગુજરાત અનુસૂચિત જાતિ વિકાસ નિગમ